________________
ડી એન્ડ સન તમારા એ અધિકારને માન્ય ન રાખવાનું પાપ મારાથી કદીય ન થાઓ !”
તો અમે તમારી મિત્રતા ઉપર આ બાબતમાં આધાર રાખી શકીએ ?”
“આ બાબતમાં તમો બંનેને પૂરા અંતરથી સાગરીત બનવાનું સદ્ભાગ્ય મને આપવા બદલ પરમાત્માને હું હાદિક ધન્યવાદ આપું છું.”
હરિયે. મિ. મેફિનનો આભાર માનવા પોતાનો હાથ તેમના તરફ ધર્યો.
મિ. મફિને રાજી થઈ એ હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, “હેરિયેટ, તમે જે કંઈ કરવા તત્પર થયાં છો, તે મારી લૌકિક સમજથી પર એવી વસ્તુ હોવા છતાં, હું તમને તેમાંથી ચલિત કરવા કે વિચલિત કરવા એક પણ શબ્દ ઉચ્ચારવાનું નથી. માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે, તમારે વફાદાર કારભારી અને પસંદગીને મિત્ર ગણવામાં મને અત્યારે ભારે ગૌરવનો અનુભવ થાય છે.”
મિમેફિને હેરિટને ઘેર પહોંચાડવા સાથે જવાની તૈયારી બતાવી; પરંતુ હરિયેટે કહ્યું, “આજે હું અહીંથી ઘેર નથી જવાની; પરંતુ કાલે તમે અમારે ત્યાં આવવાની ખાતરી આપો !”
હેરિયેટ મિમેનિને ત્યાંથી ઘોડાગાડીમાં નીકળી, કેટલાય રસ્તાઓ પસાર કરી, બગીચાઓથી ઘેરાયેલાં થોડાં શાંત જૂનાં ઘરના વસવાટ પાસે આવી પહોંચી. તેમાંના એકમાં જઈ, તેણે નર્સને પૂછયું, “તમારા દરદીને કેમ છે, મિસિસ વિકામ?”
મિસિસ વિકામની યાદ વાચકોને જરૂર હશે. મિસિસ રિયાઝપિલીને કાઢી મૂક્યા બાદ નાનકડા પલની સંભાળ રાખવા તેને નીમવામાં
આવી હતી, અને તે હવે ત્યાંની નોકરીમાંથી છૂટી થયા બાદ તેના “સ્વભાવ અને પ્રકૃતિથી સદંતર વિરુદ્ધ એ નર્સને ધંધો કરતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org