________________
૪૫૦
ડેબી એન્ડ સન તરત કાકા-સેલિને કશુંક યાદ આવ્યું. તેમણે ખિસ્સામાંથી ડાયરી કાઢીને તેમાંથી એક કાગળ કાઢ્યો. તેના ઉપર લખ્યું હતું : “મિ ડોબીને; મોકલનાર વૉટર. ત્રણ અઠવાડિયાં પછી પહોંચાડવો.” કાકા-લે એ કાગળ મોટેથી વાંચવા માંડચો –“સાહેબ, મેં તમારાં સુપુત્રી સાથે લગ્ન કરી લીધાં છે અને તે મારી સાથે દૂર દેશાવરની મુસાફરીએ આવે છે.
તેને આખી દુનિયાની તમામ ચીજો કરતાં વધુ ચાહતો હોવા છતાં, તેને મારા જીવનની અનિશ્ચિતતાઓ તથા જોખમો સાથે જોડવા હું કશા સંકેચ વિના શાથી કબૂલ થયો, તે તમને કહેતો નથી.
તમારે તેને અપરાધી ગણવી હોય તો ગણજે; તે તમને કશી બાબતમાં કદી અપરાધી ગણતી નથી.
તમે મને કદી માફ કરી શકશે એવું હું માનતો નથી, કે તેવી આશા પણ રાખતા નથી. પણ કોઈ વખત એવો આવે કે જ્યારે તમે એવું ઈચ્છો કે, ફલેરન્સને પડખે હંમેશ રહેનાર કોઈ હોય, અને જેનું જીવન-કાર્ય જ ફલેરન્સને તેના ભૂતકાળના જીવનનાં દુ:ખદ સંસ્મરણે ભુલાવવાનું હોય, ત્યારે તમે એવી ખાતરી રાખજો કે, તે એવા માણસને પડખે જ છે.”
સલેમને કાગળ પૂરો વાંચી, તેને પાછો પિતાની ડાયરીમાં મૂકી દીધો અને કહ્યું, “ભાઈ નેડ, મેડિરાની એ છેલ્લી બાટલી તેડવાને વખત હજુ આવ્યો કહેવાય ખરે?”
પિતાના મિત્રનો કહેવાનો ભાવાર્થ સમજી જઈ, કેપ્ટન તરત બેલી ઊઠ્યા, “હજુ નથી આવ્યો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org