________________
પ૭ થોડા સમય બાદ
એક વરસ વીતી ગયું છે. આખા વરસ દરમ્યાન “ડોમ્બી ઍન્ડ સન” પેઢી વિવિધ અકસ્માતો, કમનસીબ સમયે, અને સૌથી વધુ તો તેના માલિકના ઘમંડને કારણે, તરતી રહેવા માટે જ ફેગટ ફાંફાં મારતી રહી છે. તેના માલિકે પિતાની પેઢી ઉપરનાં જોખમે વાળપૂર પણ ઓછાં કે હળવાં કરવાની ના પાડી છે; તથા પેઢી એ તોફાનો સામે ઝીંક ઝીલી શકે તેવી નથી રહી, એવી ચેતવણીના સૂરે, કોઈ સંભળાવે તોપણ કાને ધર્યા નથી.
વરસ પૂરું થયું અને પેઢી ડૂબી જ ગઈ. દેવાળિયાઓની યાદીને મેખરે એક દિવસ એ પેઢીના માલિકનું નામ ચડી ગયું.
મિ. હેબીએ કશું જ બચાવી લેવાને, જરા સરખું છુપાવી રાખવાનો પ્રયત્ન ન કર્યો. નવો ધંધો શરૂ કરવા માટે પણ જરા સરખું સાધન પાસે રહેવા ન દીધું.
રતફે થયેલી આખી પેઢીમાં, મિત્ર મફિન જ એવા હતા, જેમને આ પેઢી આમ તૂટી ગઈ તેથી ઘણું લાગી આવ્યું હતું. આટલાં વરસો સુધીની નોકરીમાં તેમણે મિડોબી પ્રત્યે સમુચિત આદરભાવ દાખવ્યો હતો, પણ તેમની સાચી પ્રકૃતિ બાબતનો પોતાનો
ક્યાસ છુપાવવાને કદી પ્રયત્ન કર્યો ન હતો; કે પોતાના કેાઈ ગુપ્ત હેતુઓ સાધી લેવા, મોઢેથી તેમની ખોટી ખુશામત કે પ્રશંસા કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org