________________
૪૫ર
ડેલ્બી ઍન્ડ સન ન હતાં. એટલે મિ. ડેબીની પડતી થતાં, તેમને અંતરમાં વાળેલી કશી ગાંઠે ઉકેલવાની રહેતી ન હતી કે વેઠેલાં અપમાનો કે ગળેલા કડવા ઘૂંટડાનો હિસાબ ચૂકતે કરવાનો પણ રહેતો ન હતો. છેલ્લા દિવસમાં પેઢીના વ્યવહારમાં જે ગૂંચવાયેલું કે મુશ્કેલ લાગે એવું હતું, તેને તાગ મેળવવામાં તેમણે દિવસ-રાત એક કર્યા હતાં, તથા જે કઈ બાબતનો ખુલાસો પૂછવામાં આવે, તે સમજી રાખવા તે પૂરા તૈયાર રહ્યા હતા.
એક વખત તે આખા દિવસના કામકાજથી થાકી પિતાને શાંત કરવા પ્રયત્ન કરતા બેઠા હતા, તેવામાં તેમની મકાન-માલિકણે આવીને ખબર આપી કે, શેકનાં કપડાં પહેરેલી કાઈ બાન તમને મળવા આવી છે.
તે હેરિટ કાર્કર હતી. તેણે અંદર આવી, મિ. મેનિને કહ્યું, હું એકલી જ અહીં આવી છું, તથા મારા ભાઈ જોને તમને મારા આવવાની અગાઉથી ખબર ન આપી, તે માટે તમને આશ્ચર્ય જરૂર થશે. પરંતુ હું જે કારણે આવી છું, તે તમે સાચું માનશે, એવી આશા હું રાખી શકું ?”
જરૂર રાખી શકશે. મને એ વિષે વધુ કંઈ કહેવાની જરૂર નથી.”
“આભાર; પણ તમે અત્યારે ખાસ કામમાં તો નથી ને ?”
મિત્ર મફિને પિતાને ખોળામાં પડેલ વાજિંત્ર સામે નિશાની કરી અને કહ્યું, “આખો દિવસ હું કામકાજમાં રહ્યો છું, તેની ના નહિ; પણ અત્યારે તો બધી ચિંતાઓ આને જ સુપરદ કરતો હતો.”
“તો ડોમ્બી-પેઢી ખતમ થઈ ગઈ એમ ને ?” “ પૂરેપૂરી.” “ફરી કદી ઊભી ન થઈ શકે ?” “કદી નહિ.” મિડોમ્બી અંગત રીતે પણ પાયમાલ થઈ ગયા કહેવાય?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org