________________
જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય “નીચેને? બોલી નાખ બેટા.”
“ મિસ ડેબીએ કૃપા કરીને મને જણાવ્યું છે કે, હું અહીં આવ-જા કરું તેથી એમને કશે અણગમો નહિ થાય. અને તમે બધા પણ મારા પ્રત્યે – એટલે કે જે માણસ ભલથી જ જન્મી ગયું છે એની મને ખાતરી છે, તેના પ્રત્યે ઓછી માયાળુતા નથી જ દાખવતા. એટલે જે થોડો વખત અહીં આપણે સૌ ભેગા મળી શકીએ તેમ છીએ, તે દરમ્યાન હું અવારનવાર આવતો – જતો રહીશ. એ સંદેશો પૂરે થયો. પણ કેપ્ટન જિસ, કોઈક વખત લેફટનટ વૉલ્ટર્સની ખુશનસીબી મારાથી સહન ન થઈ શકે, અને હું ઘરની બહાર ભાગી જાઉં, તો તમારે એમને એમ જ કહેવાનું કે હું રેયલ ચેંજના ઘડિયાળ સાથે મારું ઘડિયાળ મેળવવા જ બહાર ગયો છું. મને તેમના તરફ કશો ખોટો ખ્યાલ નથી, પણ મારા કમનસીબ વિષે મને હડહડતો ધિક્કાર છે, એવું જ સમજજો.”
બેટા, વધુ કંઈ બેલવાની જરૂર નથી, હું અને વૈલર બંને તારા વિષે કશી ગેરસમજ નહીં કરીએ.”
૩ કેપ્ટન કટલને હવે ઘરકામ માટે પેલી બજારમાં બેસનારી બાઈની દીકરીથી ચાલે તેવું ન લાગતાં, તે તરત ટૂડલને ત્યાં દોડી ગયા, અને ભલી પેલીને – મિ. ડોમ્બીને ત્યાં જેનું રિચાઝ નામ હતું તેને – બધી વાત કરી, ફરન્સના લમ સુધી મદદ માટે તે આવશે કે કેમ એ પૂછવા લાગ્યા,– કારણ કે, બીજા કોઈ અજાણ્યા માણસને ઘરમાં પેસવા દેવાય નહીં.
પોલી તે ફૉરન્સની સેવા બજાવવા પિતાને યાદ કરવામાં આવી એટલાથી જ ગળગળી થઈ ગઈ અને ઝટ કેપ્ટન કટલ સાથે તેમને ઘેર દેડી આવી.
પણ હવે સુસાનને સમજાવવાની ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. પગાર વિના જ, તે ફલેરન્સની સાથે જ ચીન પણ જવા માગતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org