________________
ડી એન્ડ સન માહિતીથી અને આવડતથી એ જહાજ ઉપર એટલો માનીતો થઈ ગયો કે, કેન્ટીન બંદરે જહાજને “સુપર-કાર્ગો ૧ મરી જતાં, તેણે જ એ કામ સંભાળી લીધું હતું. હવે એ જહાજી કંપનીએ તેને બીજા મોટા જહાજનો “સુપર-કાગ” નીમ્યો છે, અને એ વહાણ થોડા વખતમાં જ – બહુ જલદીથી ચીન તરફ જવા ઊપડવાનું છે.”
મિત્ર ટ્રસે ભારે નિસાસો નાખ્યો.
પણ મારી લાડકી દીકરી વેલિરને અને લર મારી લાડકી દીકરીને બરાબર ચાહે છે. જે લોકોએ એને ફૂલની જેમ જાળવવી જોઈતી હતી, તેઓએ તેને ઢેરની જેમ હાંકી કાઢી. જ્યારે ઘેરથી નીકળીને તે અહીં આવી ઉમરા ઉપર જ ગબડી પડી, ત્યારે તેનું ઘાયલ થયેલું હૃદય તદ્દન ભાગી ગયું હતું. માત્ર કેાઈને ચોઓ એકધારે પ્રેમ જ તેના એ ટુકડા સાંધી શકે. એટલે ઑલરનો તેના ઉપરનો પ્રેમ સાચે ન હેત, તો મારા હાથ પગ કપાઈ જવા દેત, પણ મારી લાડકીને દરિયાની આવી લાંબી સફરે કદી ન જવા દેત. પણ હું જાણું છું, કે વૅલરના પ્રેમથી જ મારી લાડકીનું આખું ભંગાણ સંધાઈ જવાનું છે; એટલે ભગવાનને યાદ કરી, તેઓને જતી વેળા હું આશીર્વાદ જ આપવાનો છું.”
કેપ્ટન જિન્સ, તમે આ બધું મને કહ્યું તે સારું કર્યું. તમે જાણે છો ને કે એક વખત હું પણ મિસ ડોમ્બીની ભક્તિ કરતો હતો ?”
બેટા શાંત થા, સ્વસ્થ થા!”
કેપ્ટન જિલ્સ, હું શાંત જ થવા માગું છું, અને સ્વસ્થ રહેવા માગું છું. પણ અત્યારે મને મારી જાત ઉપર ભરેસ નથી. એટલે તમે મારા તરફથી લેફટનંટ વેટર્સને નીચેને સંદેશ કહેશે ?”
૧ વહાણમાં ભરેલા વેપારી માલની દેખરેખ રાખનાર, અને બધા વેપારી વ્યવહારનો નિર્ણાયક અધિકારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org