________________
ડી એન્ડ સન ફૉરન્સને એ બાબતની ખાતરી જ હતી.
પણ મિસ ડેબી, મારે કબૂલ કરી દેવું જોઈએ કે, સુસાન સાથે મુસાફરી કરવાના આનંદથી જ મને બધે બદલો મળી ગયો છે! તમારા પ્રત્યેનો તેનો ભાવ જોઈ હું પોતે જ ગળગળો થઈ ગયો છું. મારામાં એ ભાવ તમારા પ્રત્યે બતાવવાની કે રાખવાની તાકાત જ નથી– પણ એ પાછી બીજી વાત થઈ ગઈ– એની કંઈ ચિતા નહીં. પણ મિસ ડોમ્બી, હું કબૂલ કરી દઉં છું કે, બીજાં કરતાં મારા માથામાં કશું જલદી જલદી સમજવાની તાકાત બહુ ઓછી છે. અને ખાસ કરીને લેફટનંટ વોલ્ટર્સ વિષેની પરિસ્થિતિ હજુ મને સમજાતી નથી. પણ ધીમે ધીમે મને એટલું સમજાય છે કે, લેફટનંટ વેલ્ટર્સ ઉપર જે આશીર્વાદ ઊતર્યો છે, તેને માટે એ તદ્ધ લાયક માણસ છે. એ આશીર્વાદની પૂરેપૂરી કદર કરીને તેને એ પિતાના માથા ઉપર ધારણ કરશે, એવી મને ખાતરી છે-જેવું બીજા એક નાલાયક માણસે પણ કર્યું હોત – પણ એનું નામ લેવાની જરૂર નથી, એ બીજી વાત થઈ ગઈ- પણ એની કંઈ ચિંતા નહીં. – પણ મારે કહેવા મુદ્દો જુદો જ છે-હું એમ કહેતો હતો કે, કેપ્ટન જિલ્સ બહુ ભલા માણસ છે; અને હું અહીં તેમને ઘેર અવારનવાર આવું તે બાબત તેમણે ખુશી દર્શાવી છે. મને તો અહીં અવારનવાર આવવામાં ઘણી ખુશી થશે જ. પણ મને એક જ બાબતની ચિંતા છે અને તે એ કે, બ્રાઇટનમાં એક વખત મેં તમારી આગળ એક બેહૂદી વાત કરીને તમને બહુ નાખુશ કર્યા હતાં; એટલે હવે હું અહીં અવારનવાર આવું જાઉં, એ તમને જે ન ગમતું હોય, તો મને સ્પષ્ટ કહી દેજે. તમારા મનની વાત કહેવા જેટલે લાયક મને ગણશો, તો તેથી હું મારી જાતને બહુ સંમાનિત થયેલી માનીશ.”
મિ. ટ્રસ્ટ તમે મારા સાચા મિત્ર છે; અને આ વખતે તમે જે આ ઘરમાંથી અળગા રહેશે, તે ખરે જ મને ભારે દુઃખ થશે. તમને મળતાં મને કદીય આનંદ સિવાય બીજી કંઈ લાગણું થાય જ નહીં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org