________________
૪૪
ડેરી એન્ડ સન શરૂઆતને ઊભરે શમતાં બધાં જરા શાંત થયાં એટલે તેમના જિલ્લે પેલી તરફ હસતાં હસતાં આંગળી કરીને કહ્યું, “રેડ કટલ, દીકરા, મને બધા સમાચાર આપણું આ ભલી મિત્રે કહી દીધા છે. અને એના રળિયામણું મેએ આટલો મીઠે આવકાર પહેલ પ્રથમ મને – ઘેર પાછા ફરેલા ભાગેડુને મળ્યો, એ મારું ખુશનસીબ જ કહેવું જોઈએ. પણ દીકરા, બધાને ખુશખબર પૂછતા પહેલાં મારે તારી સાથે ભયંકર તકરાર માંડવાની છે. તે મારા એકે કાગળનો જવાબ કેમ ન આપ્યો, તથા વોટર બચી ગયો છે અને સહીસલામત છે એ ખબર પણ મને વેળાસર કેમ ન આપી ?”
“હૈ, હું કાગળ લખું? જવાબ આપું ? સેલ જિન્સને ?”
હા, બાબેઝ કે જમૈકા કે છેવટે ડિમેરરા–એ બધામાંથી કોઈ પણ સ્થળે તું જવાબ આપી શકતો હતો. મેં મારા કાગળમાં એ સરનામાં તને લખ લખ જ કર્યા હતાં.”
કયા કાગળો દોસ્ત ? મને તારી કશી વાત કેમ સમજાતી નથી ?” . “કેમ, તેડ, હું અહીંથી ચાલ્યો ગયો ત્યારે તારે માટે વરસ બાદ ઉઘાડવાનું પાકિટ હું મૂકતો ગયો હતો, તે તો તને મળ્યું છે ને? તેમાં મેં લખ્યું હતું કે, “હું વોલ્ટર વિષેના સમાચારની શોધમાં વેસ્ટ ઇંડિઝ તરફ જાઉં છું, પછી બાર્બીડેઝ જઈને મેં એક કાગળ તરત જ તને લખ્યો અને તેમાં જણાવ્યું કે, “મારા નીકળ્યાને એક વર્ષ થતા પહેલાં આ કાગળ તને મળશે. એટલે આ કાગળ મળે ત્યારે વરસ ન થયું હોવા છતાં પિલું પાકિટ ઉઘાડજે, કારણ કે, તેમાં મેં ઘર છોડી ચાલ્યા જવાનું કારણુ લખેલું છે.” પછી, નેડ, બીજે, ત્રીજે અને કદાચ ચેાથો કાગળ જમૈકાથી લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, “હજુ વેલ્ટર બચી ગયો છે કે ડૂબી ગયો છે તેના કશા સમાચાર મેળવી શકયો ન હોવાથી, હું આ તરફથી નીકળી શકું તેમ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org