________________
જેમાં ઘણું રાજી થાય છે. એક જણ સિવાય ૪૩૫ ફૉરન્સ સમજી ગઈ કે, મિ. ટુર્સ પોતાની રીતે એને ચાહે છે, અને એ વૉટર જોડે પરણવાની થઈ તેથી તે ભલા માણસને જરૂર દુઃખ થાય છે; – જોકે, એ કારણે પિતા ઉપર કે વોલ્ટર ઉપર તે કશે અણગમે કે દ્વેષભાવ રાખી શકે તેમ નથી. તેણે તકલીફ લઈ સુસાનને શોધી લાવવા બદલ તેમનો આભાર માનવા માટે, તેમને તરત ઉપર બેલાવ્યા.
મિસ ડેબી, મને ફરી તમારી સામું જોવાની પરવાનગી તમે આપી તેથી—પણ કોણ જાણે મારે શું કહેવું હતું તે ભૂલી ગયો - તેની કશી ચિંતા નહિ–”
ફૉરસે આભારની લાગણીથી ઊભરાતા મેંએ પિતાના બંને હાથ મિ. સની તરફ ધર્યા અને કહ્યું, “તમારે આભાર મારે એટલો વારંવાર માનવાને થાય છે કે, મારી પાસે પણ એ માટે શબ્દો બાકી રહેતા નથી.”
“મિસ ડોમ્બી, તમે મારા જેવા નાલાયકને આવા ભલા શબ્દથી નવાજે છે, તેના કરતાં જે તમારા દેવદૂત જેવા સ્વભાવથી અને શક્તિથી મને શાપ આપી દો, તો હું એ છે ધૂળભેગે થાઉં. મારા ઉપર તમારા માયાળુ શબ્દોની એવી જ અસર–પણ એ તો બીજી વાત થઈ અને તેની કંઈ ચિંતા નહીં.”
આ બધા વક્તવ્યને પણ, મિટ્રસ્ટને બીજી વખત આભાર માન્યા સિવાય કશો જવાબ જ ન હોવાથી, ફરસે તેમને ફરીથી આભાર માન્યો.
મિસ ડેબી, મને સુસાનને શોધી લાવતાં આટલી વાર લાગી તેનો ખુલાસો કરવાની તક આપશો. પ્રથમ તો તે ક્યા સગાને ત્યાં ગયાં છે, એ નામ અમે જાણતા ન હતા- “અમે” એટલે હું અને મારે બડીગાર્ડ ચિકન. બીજું, તે એ સગાને ત્યાંથી પણ નીકળીને દૂર બીજી જગાએ ચાલ્યાં ગયાં હતાં એટલે ચિકનની બાહોશી સિવાય સુસાનને ફરીથી વખતસર શોધી લાવવાનું શક્ય જ ન બન્યું હોત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org