________________
પપ
જેમાં ઘણું રાજી થાય છે : એક જણ સિવાય
મિ. ટ્રસ છેવટે સુસાનને લઈ આવ્યા. સુસાન ભાનભૂલી બની ગઈ હોય તેમ ઉપર ફૉરન્સ પાસે દોડી ગઈ
“એ મારાં વહાલાં ફૂટડાં મિસ ફૉય, આ બધું શું બની ગયું ? તમને મારે આવી જગાએ જોવાં પડે–ને તમારી સાથે તહેનાતમાં કાઈ ન હોય, અને તમારે ઘર કહેવાય એવું ઠેકાણું પણ ન રહ્યું હોય. અને છતાં હું સૂઈ જવતી હતી–પણ હવે હું કદી તમને છોડીને જવાની નથી!” આટલું કહેતી કહેતી સુસાન ફર્લોરન્સ આગળ ઘૂંટણિયે પડીને તેને પગે વળગી પડી.
“સુસાન, વહાલી ભલી સુસાન !” ફર્લોરન્સ એટલું બેલતી બેલતી ગળગળી થઈ ગઈ
ભગવાન ભલું કરે ! નાનાં બાળકી હતાં ત્યારે હું તમારી નોકરડી હતી, અને હવે કેવાં મોટાં થઈ ગયાં ? અને વળી પરણવાનાં થયાં !”
તને કોણે કહ્યું, સુસાન ?”
બીજું કોણ કહે ? પેલા ભલા બિચારા ટ્રસે મને કહ્યું. અને એમણે સાચું જ કહ્યું હશે, કારણ કે એમના જેવો નિર્દોષમાં નિર્દોષ અને ભક્તિમાન બાળક બીજે કઈ ન મળે! તમારાં લગ્ન થતાં જ તે ગુપચુપ ઠંડી કબરમાં પિસી જવાની વાત કરે છે, પણ ખાતરી રાખજે એ એવું કંઈ કરવાના નથી. કારણ કે, બીજાને સુખી થતાં જોઈ, એના જે ભલો માણસ રાજી જ થાય -મરી ન જાય, એની મને ખાતરી છે”
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org