________________
જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય ૪૪૧ સુસાન પાસે એ વાતનો જવાબ ન હતો; તે કેવળ ડૂસકે ચડીને રડવા લાગી.
ફરન્સને માટે લગ્નને પિશાક તૈયારી કરવાની તડામાર તૈયારીઓ ચાલવા લાગી. અલબત્ત, તેના પિતાના બીજા લગ્ન વખતે તેને માટે જે પોશાક તૈયાર કરાવવામાં આવ્યો હતો, તેને હિસાબે અત્યારનો તો કંઈ વિસાતમાં જ ન હતો. કે.ટન કટલ પણ ફલેરન્સને શી ભેટ આપવી તેની પેરવીમાં પડયા. છેવટે તે બે મેટી પેટીઓ ખરીદી લાવ્યા : એક કપડાં ભરવા માટે, અને બીજી ભરત-ગૂંથણ તથા બીજા કામકાજની ચીજો ભરવા માટે. પણ પછી અચાનક ફુરી આવેલા એક વિચારથી તે જ્યારે એ પેટીઓ પાછી લઈ જઈ તે દરેક ઉપર કાંસાની હૃદયની આકૃતિ ચટાડાવી, તેના ઉપર “ફલોરન્સ-ગે” એવું નામ ચિતરાવી લાવ્યા, ત્યારે તેમને જે આનંદ થયો, તેની તુલના કશા સાથે થઈ ન શકે. ઘેર લાવી, પેટીઓ ઉપરના એ નામ ઉપર કલાક સુધી તે સ્થિર પલકે જોતા બેસી રહ્યા.
વોલ્ટરને પિતાના જહાજને કામે આખો દિવસ ગેરહાજર રહેવું પડતું. લગ્નને દિવસે જ એ જહાજ ચીનની મુસાફરીએ ઊપડવાનું હતું. પરંતુ વૉટર દરરોજ વહેલી સવારે અને પછી સાંજના અચૂક ઘેર આવતો અને ફૉરન્સને મળી જતો.
આજે સાંજે તે આવ્યા ત્યારે ફલૅરન્સે તેને કહ્યું, “વોટર આજ આખો દિવસ મને શે વિચાર આવ્યા કર્યો છે તે કહો જોઉં !”
એ જ કે સમય કે ઝડપથી વીત્યે જાય છે અને આપણે થોડા જ વખતમાં જહાજ ઉપર ચડીને વિદાય થવાનું છે !”
એ વિચાર જરૂર આવે છે, પણ મને તો એવો જ વિચાર આજે આવ્યા કર્યો કે, હું તમારા ઉપર મેટો બોજો જ થઈ પડવાની છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org