________________
૪૨૮
ડેબી ઍન્ડ સન છેવટે જ્યારે મેં મારા ઘમંડી પતિને, વગર વિચાર્યું તારી યોજનાઓને ભોગ બની, મને અપમાનિત અને લાંછિત કરવા જ તત્પર બનેલો જોયો, ત્યારે પણ મેં તેના ઘરમાં તેની અવમાનિત દીકરી પ્રત્યે મને ઊપજેલા પ્રેમને જેરે, તેનો બધો ત્રાસ સહન કરીને પણ પડી રહેવા ધાર્યું હતું. પરંતુ, પછી તો તે અને તેણે બંનેએ મળી, એ બિચારી છોકરીને જ નુકસાન પહોંચાડીને, મને વિધવાની ચેજના વિચારી, ત્યારે હું છંછેડાઈ ગઈ અને મારી જાતનું બલિદાન આપીને તે છોકરીને બચાવી લેવા હું તત્પર થઈ. પણ સાથે સાથે મેં તમને બંનેને પણ આકરી સજા કરવાનો નિર્ણય કર્યો : મારા તુચ્છ અવમાનિત જીવનથી એટલું કાર્ય પણ સિદ્ધ થઈ શકે, તો તે સફળ થયું માનું ! પછી, છેલ્લે દિવસે મારા પતિ સાથે મારે આકરી તકરાર થયા બાદ, તું મારા કમરામાં છાનોમાનો મને તારી સાથે ભાગી જવા સમજાવવા આવ્યા, ત્યારે મેં એ એક જ ઘાથી તને અને મારા પતિને ધૂળ ચાટતા કરવાના ખ્યાલથી જ તે કબૂલ કર્યું અને હવે તારે માલિક જેમ તેની પત્ની તેના વિશ્વાસુ નોકર સાથે ભાગી ગઈ એ જાહેરાતથી સમાજમાં ને દુનિયામાં ધૂળ ભેગો થયો છે, તેમ તું પણ...”
“પણ મારાં વહાલાં સુંદરી, હજુ હું તમારી સાથે છું, એ બાબતનો કશો પુરાવો ક્યાં કોઈની પાસે છે ? અને દરમ્યાન તમે તો આખાં ને આખાં મારા હાથમાં છે ! અને હું તમને સિસિલીમાં મેં નક્કી કરેલા એવા એકાંત સ્થળે લઈ જઈશ, જ્યાં બહારની કશી દખલ વિના તમે અને હું લહેરથી અમનચમન કરતાં હોઈશું. માટે આ બધા ગાંડા ખ્યાલો છોડી દો.”
હું તારા હાથમાં છું ? કે તું મારા હાથમાં છે ? તે દિવસે રાતે, મારા પતિને ઘેર, તારી સાથે ભાગી જવા હું કબૂલ થઈ, ત્યારે તને છેતરવા મેં તને મારા હોઠ ઉપર ચુંબન કરવા દીધું હતું, એ ખરી વાત છે. પણ આજે અહીંના વેઈટરોના દેખતાં મેં તને “પત્ની” સંબંધન સાથે આલિંગન કરવા દીધું, તે તે મારી ગોઠવણ અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org