________________
૪૩૦
ડી એન્ડ સન ખેંચાખેંચ કરીને ઉઘાડી નાખ્યું. અને પછી તો ત્યાંના દાદરેથી તે સીધો નીચે ઊતરી આવ્યો અને મુખ્ય દરવાજા આગળ થઈને બહાર નાઠો. દરવાન હોટલમાં પેલા ફલૅટના બારણું આગળ ચાલેલી ધમાધમ સાંભળી અંદર દોડી આવ્યો હતો, એટલે દરવાજે સો હતો.
કર્ક ઝટ
ખમભર્યું હતું
અને મિત્ર કેમી
૫૪ રબની નોકરી જાય છે કોઈ ઝટપટ નિર્ણય લેવા માંડયા. અહીંથી ઈટાલી-સિસિલી તરફ ભાગવું એ વધુ જોખમભર્યું હતું. કારણકે, એ તરફ કાયદો અને વ્યવસ્થાની સખતાઈ નામની હોય છે, અને મિત્ર ડોમ્બી થોડા પૈસા આપી ગુંડાઓ મારફતે તેને ઝટ મરાવી નાખી શકે. તેના કરતાં ઈંગ્લેંડ પાછા ફરવામાં જ વધુ સલામતી કહેવાય. કારણકે, ત્યાં કશો પુરાવો હાથમાં ન હોય, ત્યાં સુધી તેને કોઈ કશી સજા કરાવી ન શકે. એડિથ તો હવે તેની સાથે હતી જ નહિ; અને પોતે જાણું જોઈને તેની પાસે જાય, તે સિવાય હવે તેની સાથે પોતાને કશા ગુનામાં સંડવી શકાય જ નહિ.
તેણે ઘોડાગાડીના મથકે જઈ ઝટપટ એક ઘોડાગાડી તૈયાર કરાવી; અને હાંકનારને વધુ પૈસાની લાલચ આપી, ઘોડાગાડી પેરીસ તરફ જોરથી હંકાવી મૂકી.
પણ કોણ જાણે શાથી, સહીસલામતી અને નાસી છૂટવાની ભાવનાને બદલે એક અગમ્ય ભયે તેને કબજે હવે લઈ લીધો હતો. તેને એમ જ લાગવા માંડયું કે, કોઈ ને કઈ રીતે મેતે તેનો પીછો પકડો છે, અને તેના પંજામાંથી છટકવું અશક્ય છે. તેણે વચમાં ખૂબ દારૂ પીને આ બધા નકામા ભય અને ચિંતાઓમાંથી મુક્ત થવા વિચાર કર્યો, પણ તેને રાતે જરાય ઊંઘ આવતી નહીં, અને દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org