________________
ભાગેડુ
૪ર૭ બબે વર્ષ સુધી મને રોકવા માટે જે અગ્નિ ફૂંક્યા કર્યો છે, તે બધાને આખરી બદલો લેવા માટે હવે હું તૈયાર થઈ છું.”
અને એટલા માટે તમે મારી સાથે નાસી આવ્યાં છો, કેમ ? તમે નાના છોકરાને સમજાવે છે, શું ?”
હા, હા; મારે કહેવાનું તને આખરી વખત સંભળાવી લેવા માટે જ તારી સાથે હું અહીં આવી છું, અને મારે કહેવાનું પૂરું થશે પછી હું એક ક્ષણ પણ તારી સામે ઊભી રહેવાની નથી. નાનપણથી જ મારે શરમ અનુભવી અનુભવીને કઠોર અને નઠેર થવું પડયું છે. મને બજારમાં વેચવા માટે વારંવાર રજૂ કરવામાં આવી છે, અને વારંવાર એ પ્રમાણે રજૂ થઈને તથા નકારાઈને મારું આખું અંતર વિચ્છિન્ન થઈ ગયું છે. મારી બધી લાયકાત – મારા બધા ગુણે કેવળ બજારમાં ભારે વધુ ભાવ ઉપજાવવા માટે જ ધરવામાં આવ્યા છે. જાહેર હરાજીમાં કોઈ ચીજની પ્રશંસા કરાય તે રીતે મારું વેચાણ કોઈ સારી જગાએ થઈ જાય, તો કંઈક લાભ મળે, એ આશાએ મારાં નિકટનાં બધાં સગાંસંબંધી એ જ કાવતરામાં સામેલ રહ્યાં છે, અને પરિણામે હવે એ કાઈ પ્રત્યે મને જરાય લાગી રહી નથી.
છેવટે, થાકીને, કોઈ પણ લગ્ન સ્વીકારી લેવાથી મારી આ હીનતા–દીનતા દૂર થશે, એ આશાએ, આ લગ્ન મને જરાય રચતું ન હોવા છતાં મેં સ્વીકારી લીધું હતું.”
હા, મને પહેલેથી ખબર છે !” કાકરે જરા હસીને કહ્યું.
અને એ જાણકારી ઉપર પછી તેં તારી આખી જાળ મારી આસપાસ રચી છે. મને મારા પતિ તરફ કંટાળો વધતો જાય, એમના ઘર પ્રત્યે નફરત થતી જાય, એવા બધા માર્ગો, મારા પતિના વિશ્વાસુ સલાહકાર બનીને, તે લીધા કર્યા છે. હું પણ તને પહેલે દિવસથી જ પામી ગઈ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org