________________
૪ર૬
ડે એન્ડ સન રહી છું. જે મને તારી બીક જ હોત, તો અત્યારે અગાઉ ભાગી ન ગઈ હેત ? પણ મારે આ મધરાતે તને છેવટનું જે કહેવાનું છે, તે કહી સંભળાવવા જ હું અહીં હાજર રહી છું.”
“અને તમારે શું મને સંભળાવવાનું બાકી રહે છે, સુંદરી ? મારે કબૂલ કરવું જોઈએ કે, આ ગુસ્સામાં તમે વધુ સુંદર અને લેભામણું લાગો છો.”
“તું પેલી ખુરશીમાં જઈને પાછો નહીં બેસી જાય, ત્યાં સુધી હું કશું કહેવાની નથી. પણ એટલું ફરીથી કહી દઉં કે, જે તેં મારી નજીક આવવા વધુ એક પગલું પણ આગળ ભર્યું, તે તે તારું આ જન્મમાં છેલ્લું પગલું હશે.”
તો તમે મને તમારે જૂને બબૂચક પતિ ધારી લીધું કે શું ? મારી આગળ આવાં બધાં નખરાં નહિ ચાલે.”
પણ પેલીએ જવાબમાં હાથ લંબાવી એવા દમામથી તેને ખુરશી બતાવી કે, હોઠ કચરી, ફીકું હસી, તેને છેવટે ત્યાં બેસી જવું જ પડયું. પછી એડિથે પિતાના હાથમાંની છરી ટેબલ ઉપર મૂકીને પોતાની છાતી તરફ હાથ કરીને કહ્યું –
“ અહીં આગળ જે બીજી વસ્તુ મેં છુપાવી રાખી છે, તે પ્રેમનું તાવીજ નથી; અને જે તે ફરીથી મને અડકવા આવ્યો તો બીજે કઈ પણ જીવતા પ્રાણી ઉપર તેને ઉપયોગ હું કરીશ તેના કરતાં બહુ ઓછા સંકેચ સાથે તારા ઉપર તેનો ઉપયોગ કરીશ, એટલું જાણું રાખજે.”
પેલો હજુ ફીકું હસવાનો ઉપરઉપરથી દેખાવ કરી, મનમાં ભારે અકળામણ અનુભવતો ચૂપ બેસી રહ્યો. એડિથે આગળ ચલાવ્યું –
અત્યાર સુધી, મારા સંવનનકાળથી માંડીને લગ્ન દરમ્યાન અને તે પછી, સતત મારા ઉપર તારા કટાક્ષભર્યા શબ્દો અને નજરે વડે જે અપમાન અને હીણપત તે વરસાવ્યાં છે, તથા મારી પેલી દુખિયારી ફલેરન્સ પ્રત્યેના મારા પ્રેમને ઘા ચૂંથ્યા કર્યો છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org