________________
ડોમ્બી ઍન્ડ સન
૪૨૨
તેની ખેાળમાં લાગ્યા છે એ જાણી, મને ખરેખર બહુ જ આનંદ થયે.. અને તેથી, પેલા કયાં ભાગી ગયા છે તેની માહિતી જ્યારે અચાનક – અણુધારી જ મારી જાણમાં આવી, ત્યારે પેલાના નાકર મારફતે એ માહિતી પેલા તવંગર માલિક પેાતાને કાને સાંભળે એ રીતે એ તે કરને મેએ મેં કહેવરાવી. પેલેા તવંગર માલિક હવે ફ્રાંસમાં દો” (DIJON) તરફ એ એને પકડી પાડવા, શિકારી સાથી-સેાખતી લઈને વેગે ધસી ગયેા છે.
<6
પણ આટલું કર્યાં બાદ, અચાનક કાલે આખી રાત હું વિચારમાં પડી ગઈ અને ઊંઘી ન શકી. તમારા ભાઈને એક વખત મેં ખરા દિલથી પ્રેમ કર્યાં હતેા : કેણુ જાણે શાથી એ વસ્તુ જ મારા અંતરમાં ઉપર આવવા લાગી, અને મેં તેનું છુપાવાનું સ્થાન તેના શત્રુઓને બતાવીને ખેાટું કામ કર્યું છે, એમ મને લાગવા માંડયું. એટલે, તમારા ભાઈ ને કાઈ રીતે અગાઉથી ચેતવવામાં આવે કે, બંને જ્યાં છુપાયાં છે એ સ્થળની ભાળ એ સ્ત્રીના પતિને મળી ગઈ છે, તે એ સ્થળ છેાડી બીજે કયાંક ચાલ્યા જવામાં સલામતી છે એમ માની, ત્યાંથી તેઓ ચાલ્યાં જાય. પણ એ માહિતી તે લેાકાને શી રીતે પહોંચાડી શકાય, એ મને સમજાતું ન હેાવાથી, હું અહીં તમારી પાસે દોડી આવી છું. તમે એ બાબતમાં કંઈ કરી શકશે ?”
મારાથી શું થઈ શકે?''હૅરિયેટે વિચારમાં પડી જવાબ
ઃઃ
આપ્યા.
“ અરે તેને કાગળ લખા, કાઈને તેની પાસે મેકલે, પણ તે બધું પેલા તવંગર માલિક કરતાં વધુ ઝડપે પહોંચે તેમ કરવું જોઈએ. હાય, મેં શું કર્યું? આમેય મારા માથા ઉપર આછાં પાપ હતાં, તે છેવટે મારા પ્રિય તિનન્દ હત્યા મેં માથા ઉપર લીધી !”
ઘેાડી વાર બાદ હૅરિયેટે જ્યારે વિચારનિદ્રામાંથી ઝબકીને ઊંચું જોયું, ત્યારે પેલી ત્યાં ન હતી. તેણે ઝટપટ બારણું બંધ કરી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org