________________
પર
* ભાગેડુ મધરાત થવાને એક કલાકની વાર હતી. એક મોટી ફ્રેંચ હોટલના પહેલે માળ આવેલા છ કમરાવાળા ફલૅટમાં સ્ત્રીઓ માટેના ખાસ ડ્રોઇંગ-રૂમ “બુદાર માં એક સુંદર યુવાન સ્ત્રી બેઠી હતી. તે એડિથ હતી.
આ ફલેટનું મુખ્ય બારણું દાદર ઉપર ઊઘડતું હતું. પરંતુ દરેક કમરાને પિતાનાં અલગ બે કે ત્રણ બારણું હતાં, જેમાંથી આ ફલૅટના બીજા કમરાઓમાં જવાતું હતું, અથવા ભીંતમાં આવેલી નાની ગલિયારીઓમાં પહોંચાતું હતું, જ્યાં થઈને પાછળની સીડીઓ મારફતે છેક નીચે ઊતરી જવાય.
એડિથ અત્યારે એકલી જ બેઠી હતી : એવી જ તુમાખીભરી, અને એવી જ ગૌરવયુક્ત ! તે પોતાના વિચારોને જ વાગોળતી બેઠી હતી, એ પણ છૂટાછવાયા નહિ, પરંતુ એક મક્કમ નિર્ણય કે નિરધારે પહોંચેલા,–જેને અમલ કરવાનો સમય નજીક આવ્યો હોય.
હોટલવાળા બે વેઈટરે વાળની ચીજો લઈને આવ્યા, અને એથિને એકલી જ બેઠેલી જોઈ જરા મૂંઝવણમાં પડ્યા. કારણ કે, તેમના જણાવ્યા મુજબ, “વે જણના વાળ માટે અમુક નિયત સમયે ગરમાગરમ ખાસ ચીજોને ઓર્ડર મેરે પત્ર મારફતે આપ્યું હત; પણ મર તો હજુ પધાર્યા નથી !'
તે લોકો બે જણને જમવા માટેનું ટેબલ સજાવતા હતા, તેવામાં એડિથે અચાનક ઊઠી, દીવો લઈ બેડ-ચેમ્બર તથા ડ્રોઈગ-રૂમમાં જઈ
૪૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org