________________
૪૨૦
ડેબી એન્ડ સન જ પાછી ચાલી જવા માટે મને ઘણું મન થયા કરે છે. બહેન, આ એક વાર મારા ઉપર વિશ્વાસ મૂકી મને અંદર આવવા દો.”
હેરિયેટે હવે તેની આગ્રહભરી મુખમુદ્રાનો વિચાર કરી તેને અંદર આવવા દીધી અને પૂછયું, “તે દિવસે તમે જે કંઈ કર્યું તેની માફી માગવા જ આવ્યાં છે, તો તે માગવાની જરૂર નથી.”
હું માફી માગવા નથી આવી. હું તો માત્ર એટલું જ માગું છું કે, હું જે કંઈ કહું તે તમે પૂરેપૂરું માની લેજો !” પછી વાત કેવી રીતે શરૂ કરવી તેનો થોડો વિચાર કરી લઈ તે બોલી –
“જ્યારે જુવાન હતી, ત્યારે ઘણું સુંદર હતી. મારી માએ બચપણમાં તો મારા ઉછેર બાબત કશી દરકાર રાખી નહોતી; પણ
જ્યારે હું ઉમરમાં આવવા લાગી અને મેં રૂપ કાઢયું, ત્યારે તે મારી કાળજી રાખતી થઈ. તે બહુ લેભી પ્રકૃતિની અને ગરીબ હતી; એટલે તેણે મારો ઉપયોગ પોતાની મૂડી તરીકે કરવા વિચાર્યું. મોટાં ઘરની સ્ત્રીઓને પોતાની દીકરીઓને એવો ઉપયોગ કરવાનો વિચાર પણ ન આવે. છેવટે એમાંથી જે પરિણામ આવવાનું હતું તે આવ્યું. એ રીતે સસ્તી બનેલી યુવતીઓને કાઈ પરણીને ઘરમાં ગૃહિણપદે સ્થાપવા ઈચ્છે જ નહિ. પરંતુ મારા મનમાં તે પહેલેથી કોઈના ગૃહિણીપદે સ્થિર થવાનું જ હતું એટલે મેં એક યુવાનના મીઠા શબ્દોથી લેભાઈ તેને જ મારું સર્વસ્વ અર્પણ કર્યું. તેણે શરૂઆતમાં મને આશા આપ્યા કરી, પણ પછી લગ્ન કરવાની વાત આવી ત્યારે ક્રૂરતાથી અવજ્ઞાપૂર્વક તેણે મને ફગાવી દીધી. એ જુવાન કોણ હતો તે તમે જાણો છો ?”
“મને શા માટે પૂછે છે, બહેન ?”
એ જુવાને મારા અંતર ઉપર અને બધી શુભ લાગણીઓ અને વૃત્તિઓ ઉપર જ્યારથી એ કરી ઘા કર્યો, ત્યારથી મારી ખરી અધોગતિ શરૂ થઈ. પછી તો એક ડાકાતીના ગુનામાં હું સંડોવાઈ જેમાંથી પ્રાપ્ત થનારી લૂંટમાં મારો કશો જ ભાગ ન હતો. મને પકડવામાં આવી; મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org