________________
૪૧૮
ડિબી ઍન્ડ સન આજ સુધી મારાથી બન્યું જ નહિ; અને હવે તે તમને તેમણે પોતે જ છૂટા કરી દીધા છે. એટલે અહીં તમો બંને સમક્ષ આમ પ્રગટ થઈ, મારાથી બનતી મદદ કરી, તમને ફરીથી ક્યાંક ઠેકાણે પાડવાની વ્યવસ્થા કરવા અત્યારે હું આવ્યો છું.”
મુદ્દાની વાત પતાવી લીધા બાદ, તે ભલા માણસ, મોડી રાત થઈ હોવાથી, જવા ઊભા થયા. તે વખતે જેને તેમને આભાર માનવા કંઈક બેલવા જતો હતો તેને રોકીને મિત્ર મફિને તેને જરા આગળ જવા વિનંતી કરી, જેથી પોતે હરિયેટ સાથે કંઈક અલગ વાત કરી લે.”
જોન જરા દૂર ગયો એટલે મિત્ર મૌફિને હેરિટને પૂછયું, તમે તમારા પેલા ભાઈ વિષે મને કંઈક પૂછવા માગો છો, ખરું ?”
હા છે. પણ મને પૂછતાં ડર લાગે છે.”
“તમે મારી સામે એવી રીતે જોઈ રહ્યાં હતાં કે, તમારા મનની વાત મને સ્પષ્ટ સમજાઈ ગયા વિના ન રહી. તમે એમ પૂછવા માગે છે કે, તમારે ભાઈ પેઢીમાંથી પૈસાનો પણ કંઈ હાથ મારો ગયો છે કે નહિ, ખરું ?”
“હા જી !”
તેણે એવો હાથ નથી માર્યો.” “ભગવાનનો આભાર માનું છું, મારા ભાઈ જોનને ખાતર પણ !”
જોકે, તેણે પોતા ઉપરના વિશ્વાસનો બીજી રીતે ઘણે દુરુપયોગ કર્યો છે. તેણે પેઢીને નામે એવા એવા સોદા કર્યા છે, જે પ્રતિષ્ઠાની રીતે સારા ગણાય, પણ જે પૂરા કરવા જતાં પેઢીને પાયમાલ થવું પડે.”
“પેઢી ઉપરનું એ જોખમ દૂર કરવા વખતસર કંઈ કરી શકાય તેમ નથી ?”
મારા જોવામાં બધું હમણું જ આવ્યું છે; મિડેબીએ એ બધું લક્ષમાં લઈ, એ જોખમ વખતસર હળવું કરી નાખવું જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org