________________
૩૮૮
ડેમ્બી ઍન્ડ સન કહેતા; એટલે તે એવી ભૂલ કરી બેઠા હેય, એમ પણ માની શકાતું
નથી.”
નથી “રામ
પ
યક્તિ * પછી તમને જ વખતે
તો પછી દીકરા વૉલર, એ બાબત અંગે તું શું ધારવા માગે છે?”
“પણ કેપ્ટન કટલ, તમને ખાતરી છે કે, તેમણે તમને એક પણ કાગળ કદી લખ્યો નથી ?”
લખ્યો હોય દીકરા, તો તે ક્યાં છે? મારી પાસે તો નથી જ !”
“એમ પણ બન્યું હોય કે, તેમણે ટપાલમાં પત્રો નાખવાને બદલે કાઈ ખાનગી વ્યક્તિ મારફતે એ પત્ર હાથે હાથ આપવા મેકલ્યા હોય, અને તે માણસ પછી તમને પહોંચાડવાનું ભૂલી ગયો હેય. પણ એ સિવાય જે બીજો વિકલ્પ છે – તે ગુજરી ગયાને – તે તો હું કઈ રીતે માનવાની ના પાડું છું. કારણ કે એ વખતે પણ તેમના સમાચાર તમને મળે એવી વ્યવસ્થા તેમણે કરી જ હોય.”
શાબાશ દીકરા વેલ, તારી વાત એવી સીધી છે અને સ્પષ્ટ છે કે, હું પણ હવે એમ જ માનવા તૈયાર છું કે, મારે મિત્ર બુટ્ટો સેલ જરૂર જીવતો જ છે.”
“ અને હવે કેપ્ટન કટલ, હું છેવટના એટલું જ ઉમેરવા માગું છું કે, મારા કાકા ને જીવતા જ હોય, તો તેમની બધી મિલકતને કબજે હજુ તેમના સાચામાં સાચા મિત્ર અને દુનિયાના ભલામાં ભલા માણસના હાથમાં જ રહેશે - અને તે માણસનું નામ કટલ ન હોય, તો તેને નામ જ નથી, એમ માની લેજે. હવે આપણે મિસ ડેબ્બી અંગે ડુંક વિચારી લઈએ. પહેલાં તો હું એમ વિચારતો હતો કે, આપણે તેમનાં સગાંવહાલાને તેમની ભાળ આપી દેવી, જેથી તેઓ એમને લઈ જવાં હોય તો લઈ જાય; પણ ગઈ કાલે એમણે એમના બાપ વિષે જે વાત કરી, તે પછી સ્થાપે એ રીતનો વિચાર કરવાનો રહેતો જ નથી.”
હાલમાં જ એમ માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org