________________
૪૦૮
ડિબી ઍન્ડ સન પ્રત્યેના ગુસ્સાને કારણે જ ભજવી રહી છું. આથી વધારે હું કશું તમને કહેવા માગતી નથી.”
મિ. ડોમ્બીએ હવે ડેસીને પોતાની માહિતી કહી દેવા ઉતાવળ કરાવવા માંડી. જવાબમાં ડોસીએ હવે ખુલાસો કર્યો કે, “હું જેની પાસેથી એ માહિતી કઢાવવાની છું, તેને મેથી, બાજુના ઓરડામાં છુપાઈ રહીને તમારે જાતે જ તે સાંભળવાની છે.”
મિ. ડાબી બાજુના ઓરડામાં નજર કરીને ખાતરી કરી લીધી કે, અંદર કંઈ જોખમ છે કે નહિ; અને પછી બારણું આગળ કાઈનાં પગલાં સંભળાતાં અને ડોસીએ નિશાની કરતાં, તે ઝટપટ એ ઓરડાના બારણું પાછળ જઈને ઊભા રહ્યા.
ડેસી પિલા આગંતુકની સામે ધસી જઈ તેને ગળે જોરથી વળગી પડી.
પેલે આવનાર કંટાળીને, ગૂંગળાઈ મરતો હોય એમ બેલી ઊડ્ય – “અરે, અરે, તમે કેાઈ જણને ગૂંગળાવીને મારી નાખ્યા વિના તમારો આદરસત્કાર દાખવી નથી શકતાં, મિસિસ બ્રાઉન ? અને તેય મારા હાથમાં પાંજરું છે, અને તેમાં એક પંખી છે, જેને કશી આંચ ન આવવી જોઈએ, એમ હોવા છતાં ? તમે ક્યાં જાણે છે કે, તેનાં પીંછાંને સહેજ કાઈના હાથ લાગી જાય, તો પણ તેના માલિક એવા ચાલાક છે કે તેમને ખબર પડયા વગર ન રહે ?”
“વાહ, ત્યારે તો તારા માલિકનું પાંજરું છે કેમ ? પણ તારા માલિક હવે અહીં ક્યાં છે, જેથી તે એમના પંખીને શું થયું, તે જાણી શકવાના હતા ? પણ બેટા, તું મને જલદી મળવા આવવાનું કહી ગયો હતો અને કેટલા બધા દિવસે આવ્યો ? હું તો તારી રાહ જોઈને, તું આવે ત્યારે તારે માટે પીવાની વસ્તુ તૈયાર રાખીને બેઠી છું.”
પણ ડોસીમા, એક વાત તો સાંભળે; આ પોપટને તમારે ઘેર જ થોડા દિવસ માટે રાખવાનું છે. કારણ કે એના માલિકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org