________________
ગુપ્ત બાતમી
૪૦૯ બીજી બધી વસ્તુઓ વેચી નાખવાની છે તે દરમ્યાન આ બિચારાની સંભાળ કોણ રાખે? અઠવાડિયા પછી જરૂર તેને લઈ જઈશ.”
પણ અલ્યા તારા માલિકની બધી ચીજ વેચી નાખવાની છે, તો પછી તું એના પોપટના પાંજરાને શું કરવા સાચવી રાખે છે ? તને એથી શું લાભ?”
ડોસીમા, બધી જ બાબતો અંગે મેંએ વાતો ન કરી શકાય, સમજ્યાં ?”
“પણ દીકરા, તું જ હવે નોકરી-ચાકરી વગરનો થઈ ગયો હોઈશ, એટલે મને ચિંતા થાય જ ને?”
“મારી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ડોસીમા; પણ એ બધી વાત પડતી મૂકો અને બીજી વાત કાઢે, એટલે થયું.”
“એટલે કે, તારા ખાવા-પીવાના ખર્ચની – પગારની જોગવાઈ તારા માલિક કરતા ગયા છે, ખરું ને?”
કહ્યું તો ખરું કે, એ બધી પંચાત પડતી મૂકીને, ડોસીમા !”
લે, તારી પંચાત હું ન કરું તો કોણ કરે, દીકરા? જે આ તારે માટે જે પીવાનું લાવી રાખ્યું છે, તે તો પીવા માંડ! ” એમ કહી ડેસીએ તેને એક પ્યાલે તૈયાર કરી આપ્યો. એ પીધા પછી રોબ ગ્રાઈડરનો જીવ કંઈક સુંવાળો થવા લાગ્યો.
“તે બેટા, તારા માલિક તને સાથે જ કેમ લેતા ન ગયા ? જ્યાં ગયા હશે ત્યાં તેમને નોકર તો જોઈશે જ ને ?”
જુઓ પાછાં ! એ બધાની તમારે શી પંચાત, ડોસીમા ? એ ને એ વાત કર્યા કરશે, તો પછી મારે ઊઠીને ચાલતા થવું પડશે, સમજ્યાં ?”
ડોસી એ સાંભળતાં જ એકદમ તેના તરફ લપકી અને એના ગળે એક હાથ વીંટાળી, તેને એવા જોરથી દબાવ્યું કે, પેલાનું મેં કાળું પડી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org