________________
ગુપ્ત બાતમી
४०७ પછી, તમે એના બદલામાં કાંઈ વળતર આપવામાં પણ પાછી પાની નહિ કરે, એવી આશા હું રાખું છું.”
પૈસાથી નહિ ધારેલાં કામ સાધી શકાય છે, અને નહિ કપે લાં સાધને આવી મળે છે, એ હું જાણું છું; જે મને ખાતરીલાયક માહિતી મળશે, તો હું પૈસા ચૂકવવામાં પાછી પાની નહિ કરું. પણ પહેલાં મને એ માહિતી કહો, અને તે સાંભળ્યા પછી જ તેની કિંમત હું નક્કી કરીશ.”
તો તમે પૈસા કરતાં પણ સબળી બીજી કોઈ ચીજ હોઈ શકે, એમ નથી માનતા ખરું ?” એલિસ વચ્ચે બેલી ઊઠી.
આવાં ઘરમાં તમારા જેવાં કંગાળ લેક આગળ તો પૈસા કરતાં બીજી કોઈ સબળી ચીજ હોઈ શકે, એવી વાત પણ ક૯પવા હું તૈયાર નથી.” મિડોમ્બીએ જવાબ આપ્યો.
“પણ સ્ત્રીને ગુસ્સો આવાં ઘરમાં પણ તમારા લોકોના મહેલો જેટલો જ પ્રબળ હોય છે, એ તમે નહિ જાણતા હ ! કેટલાંય વરસથી મારા અંતરમાં એક ભારે ગુસ્સો સંઘરીને બેઠી છું; અને નવાઈની વાત એટલી જ છે કે, જે માણસ પર તમને ગુસ્સો છે, એ માણસ ઉપર જ મારો ગુસ્સો પણ છે. આ બધું હું એટલા માટે કહું છું કે, આપણી વચ્ચે પૈસાનું અંતર ગમે તેટલું મેટું હોય, છતાં આપણી લાગણીઓ અને વૃત્તિઓ વચ્ચે જરાયે અંતર નથી, એ તમે સમજી શકે. મારી અંગત વાત હું મારા અંતરમાં જ સંઘરી રાખવાની છું; પણ તેને અને તમને હું એકઠા કરી આપીશ જ; જેથી તમારે હાથે ને બરાબર સજા થાય – જે સજા હું મારી કંગાલિયતને કારણે તેને કરી શકે તેમ નથી. મારી મા જોકે લોભિયણ છે તથા દરિદ્ર પણ છે, એટલે તમારી પાસેથી પૈસાના બદલાની અપેક્ષા રાખશે જ – અને તમારાથી અપાય તો તેને આપજો જ; પણ હું તો તમને આ માહિતી મેળવી આપવામાં જે ભાગ ભજવી રહી છું, તે તે માત્ર મારા તે માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org