________________
૧૩
ગુપ્ત બાતમી તે ક્યાં કેવી રીતે ગયા તેની તો મને તેમણે ખબર પડવા દીધી નથી. જતા પહેલાં તેમણે મારી જીભને બરાબર સીવી દેવા ઘણી ઘણી તાકીદ આપી હતી એટલું જ. પણ મેં તમને આ બધી વાત કહી છે, એવું તે જાણે તે પહેલાં તમારે ને મારે ગુપચુપ આ ઘરને આગ લગાડી અંદર બળી મરવું વધુ સલાહભર્યું છે, એટલું જાણું રાખજો.”
“પણ દીકરા, તે બે જણે કયે મુકામે ભેગાં થવાનું નક્કી કર્યું હતું, તે મને કહી દે, એટલે બસ!”
મને એ વાતની શી રીતે ખબર પડે, વારુ ?
વાહ દીકરા, મને આટલે સુધી લાવ્યા પછી અધવચ છોડીશ એ ચાલવાનું નથી. અને મેં તારી આગળ સેગંદ તો ખાધા જ છે.”
“પણ સાચું કહું છું કે, તેમણે મને એ ગામનું નામ વહ્ય જ નથી.”
ડોસી તરત જ સમજી ગઈ “તો પછી તે એ નામ ચિઠ્ઠીમાં લખેલું વાંચ્યું છે, એમ ને? તો બસ એ નામની જોડણું વાંચવા માંડ.”
રેબે ડોસીની ચાલાકીથી માત થઈ ખીસામાંથી એક ચાક કાઢી ટેબલ ઉપર અક્ષરે લખવા તૈયારી કરી. પણ સાથે સાથે ડેસીને તાકીદ આપી કે, “આ સિવાય બીજું કશું હું જાણતો નથી, એટલે હવે વધારે કંઈ પૂછવા તમારે દબાણ કરવું નહિ. કારણ કે, તેઓ મને કશી જ વાત કરવા બંધાયેલાં ન હતાં, એ તો તમે માનો છો ને ? આ નામ પણ મેં શી રીતે જાણી લીધું તે વાત તમને કહી દઉં એટલે તમને ખાતરી થશે. અમુક પુરુષે અમુક સ્ત્રીને વહાણ સુધી લઈ જવા મને સોંપી, ત્યારે તે પુરુષે સામે પાર જે સ્થળે તે સ્ત્રીએ જવાનું હતું તેનું નામ તે ભૂલી ન જાય તે માટે તેના હાથમાં એ નામ લખેલી ચિઠ્ઠી મૂકી. સ્ત્રીએ એ નામ વાંચી લઈ પેલે પાછો ફર્યો એટલે ઘોડાગાડીમાં બેસતા પહેલાં ફાડીને ફેંકી દીધી. તે બેસી ગઈ એટલે મેં ઘોડાગાડીનાં પગથિયાં ઉપાડી લેતી વખતે એ ટુકડાઓમાંથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org