________________
४०५
ગુપ્ત બાતમી અલબત્ત, પિત્રાઈ ફિનિકસે પણ એવા અભિનંદન આપવામાં જરાય પાછી પાની કરી નહિ, એ કહેવાની જરૂર નથી.
અને ખરે જ આખી “દુનિયાની પણ આ જ હાલત હતી. પેલાં બંને નાસીને ક્યાં ગયાં છે, તથા મિ. ડેામ્બી એ બંનેને કેવી રીતે શી સજા કરવા માગે છે, એ જાણવા સૌ તળે ઉપર થઈ ગયાં હતાં.
માત્ર મિસ ટસ, નોકરડીની બનેટ માથા ઉપર બાંધી, છાનીમાની મિડેબીને ઘેર આવી, મિસિસ પિપચિનને મળી, મિત્ર ડેબીની પિતાની શી હાલત છે તે પૂછી જતી. અને વારંવાર પૂછી જતી. મિસ ટેક્સ બચપણમાં મિસિસ પિપચિનની સંસ્થામાં ભણી હતી –એ વાત વાચકને યાદ હશે જ.
૫૧ ગુપ્ત બાતમી
1 મસિસ બ્રાઉનના ઘેલકામાં તેમની પુત્રી એલિસના આવ્યા પછી થોડા ઘણા સુઘડ ફેરફાર અવશ્ય થયા હતા, છતાં ઘરની કંગાલિયત એવી ને એવી જ હતી.
મેજર ઑગસ્ટક અને પિત્રાઈ ફિનિસ મિ. ડોમ્બીને આવીને મળી ગયા તે પછી થોડા દિવસ બાદની વાત છે. મિસિસ બ્રાઉન તથા ઍલિસ બંને પિતાના ઘેલકામાં બેઠાં બેઠાં મિ. ડોબીના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.
મા, એ નહિ જ આવે, એમ હું માનું છું.”
“ના શું આવે ? એ દિવસે શેરીમાં મેં તેમને કોટ પકડીને ઊભા રાખ્યા ત્યારે શરૂઆતમાં તો હું કાઈ દેડકી હોઉં એમ મારી તરફ તતડીને જોવા લાગ્યા. પણ પછી મેં પેલાં બેનાં નામ દીધાં અને પૂછયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org