________________
४०६
ડી એન્ડ સન કે, તે બને ક્યાં છે તે તમારે જાણવું છે ? – તેની સાથે જ એમનું મોં અને એમનું વર્તન કેવું થઈ ગયું, તે તું શું જાણે?”
પણ એટલામાં જ મિડોમ્બીનાં પગલાં બારણું પાસે આવતાં સંભળાયાં. ઍલિસે બારણું ઉઘાડયું એટલે મિ. ડોબી અંદર આવી, આસપાસ નજર કરવા લાગ્યા.
“તમારા જેવા મોટા માણસને પગ મૂકવા માટે બહુ કંગાળ જગા છે, એ વાત મેં તમને તે દિવસે કહી જ દીધી હતી; પણ તમને અહીં આવ્યાથી કશું નુકસાન જવાનું નથી, એની ખાતરી રાખજે,” બુદ્દીએ કહ્યું.
અને આ કોણ છે, વારુ?” મિડેબીએ એલિસ તરફ આંગળી કરીને પૂછ્યું.
એ મારી ફૂટડી દીકરી છે. પણ એની કશી ચિંતા ન કરશે; એ પણ વધું જાણે છે.”
કેણ “એ બધું નથી જાણતું ? મિ. ડેબીના મોં ઉપર અણગમાની એક છાયા પસાર થઈ ગઈ. તેમણે કહ્યું –
“બાઈ આવી જગાએ આવવા કબૂલ થવા જેટલો હું નબળા મનન બની ગયો કહેવાઉં, એ ખરી વાત છે; પરંતુ તે શેરીમાં મને ઊભો રાખી, જે માહિતી આપવાનું કહ્યું હતું, તે મને આપી દે, એટલે બસ. હું મારાં વિપુલ સાધનોથી જે માહિતી નથી મેળવી શકતો, તે માહિતી તારી પાસેથી મળી શકશે, એવું હું શા માટે માની બેઠે, એ પણ મને સમજાતું નથી. પરંતુ તું જે કેવળ મારી સાથે રમત જ રમવા ઈચ્છતી હોય, તો સાવધાન! મારો મિજાજ કેવો છે, અને હું તારી ચેષ્ટાને કેવો જવાબ વાળીશ, એ તને કહી બતાવવાની મારે જરૂર નથી.”
અરે, અરે, અભિમાની, કઠેર સટ્ટુહસ્થ ! જરા સાંસતા તે થાઓ. બધું તમે તમારે કાને સાંભળી શકશે અને તમારી નજરે જોઈ શકશે. પણ તમને જે જોઈતી માહિતી મળી મળી રહે, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org