________________
તે પછીના હાલ્યાચાહ
તૈયાર અને
૪૧૦
ડી એન્ડ સન “આ શું કરો છો ડોસીમા ? મને છોડો, છોડો, અરે જુવાન બાઈ, તમે શું જોઈ રહ્યાં છો ? મને છોડાવો, અરે મિસિસ બ્રાઉન – મિસિસ —”
પણ પેલી જુવાન બાઈ તો હાલ્યા ચાલ્યા વિના બેસી જ રહી. ગ્રાઈન્ડર છેવટે અમળાતો પછડાતો જેર કરી ડોસીની ચૂડમાંથી જેમ તેમ કરીને છૂટો થયો. એટલે ડોસી ફરીથી તેના ઉપર લપકવા તૈયાર થવા લાગી. એલિસ તેને પાણી ચડાવતી બેલી, “શાબાશ, મા, શાબાશ! એના ટુકડે ટુકડા કરી નાખે, એટલે થયું.”
“, જુવાન બાઈ, તમે પણ મારા વિરોધ-પક્ષમાં છો ? મેં શું તમારું બગાડયું છે, જેથી મારા ટુકડે ટુકડા કરવાના છે? કોઈ બિચારા જણને વાંક વિના બે જણ ભેગાં મળીને ફાડી ખાય, એ શું ન્યાય છે? સજજનતા છે? અને તમારી જાતને તમે બૈરીઓ કહેવડાવો છો ! મને ભારે દુઃખ થાય છે. તમારા લોકોનાં નાજુકાઈ અને સુંવાળાપણું ક્યાં ગયાં ?”
બદમાશ કૂતરા ! નાલાયક ! હરામ ! હું પૂછું તેના ગમે તેવા ઉડાઉ જવાબ આપે છે ? મને ? તું મને શું સમજે છે? હું પૂછી પૂછીને શું પૂછું છું ? “તારા માલિક ક્યાં છે? તને પગાર ચાલુ રાખ્યો છે કે નહિ ?” – એટલું જ ને ? અને તેય તારી બદમાશની ચિંતાથી – તારા ખાવાપીવાનું શું થશે – એવી બળતરાથી ! ત્યારે તું તો જાણે કોઈ મોટે લાટસાહેબ હોય એમ મને ચૂપ રહેવાનું કહે છે; તો ઠીક દીકરા, હવે હું ચૂપ જ રહીશ! તું હવે અહીંથી ટળ, એટલે આ જ ઘડીથી તારી પાછળ તારા જુના સાગરીતને એવા લગાડી દઉં છું કે, તું ક્યાં જાય છે ને શું કરે છે તે બધું તેઓ જાણી લાવશે: એટલું જ નહિ પણ, તને પોતાને એવો ખાડો ખેદીને દાટી દેશે કે તારા માલિકને જરૂર પડશે ત્યારે તારું હાડકું પણ ખોળ્યું નહિ જડે !”
અરે મિસિસ બ્રાઉન, હું કયાં તમને કશું કહેવાની ના પાડું છું? એ બધી વાતો બહુ ગુપ્ત રાખવાની હોય, અને એ ગુપ્ત રાખવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org