________________
મિ. સની ફરિયાદ તેની નાજુક તબિયત ઉપર થયા વિના ન રહી. પરંતુ બીજી બધી ચિંતાઓમાં વૉલ્ટર વિષેની તેની ચિંતા બહુ મોટી હતી.
ફરન્સ જોતી હતી કે, વૉટરને એની યત્કિંચિત સેવા બજાવવામાં ગમે તેટલો રસ હોય, તથા તેના સ્વભાવ મુજબ તે ગમે તેટલો ઉત્સાહ કે ઉમંગ બતાવતો હોય, તે પણ તે પોતાને સંપર્ક ટાળ્યા જ કરતો. આખા દિવસ દરમ્યાન તે ભાગે તેના કમરા પાસે આવતો. તે પોતે તેને બેલાવતી ત્યારે તે હરખભર્યો પહેલાની જેમ જ તેની પાસે દોડી આવતો; પણ તેની રીતભાત તદ્દન સંકેચભરી રહેતી, અને કામ પૂરું થતાં તે તરત જ ચાલ્યો જતો. વગર બેલાવ્યું તો તે કદી તેની પાસે આવતો ન હતો. સાંજ પડતાં બધાં ભેગાં બેસતાં ત્યારે આનંદથી ખૂબ વાતો ચાલતી. છતાં અણધાર્યો બોલાયેલો એકાદ શબ્દ, નજર કે એકાદ નાનોશે પ્રસંગ ફરન્સને પુરવાર કરી આપતાં કે. બંને વચ્ચે કોઈ વિચિત્ર ખાઈ ઊભી થઈ છે, જે એળંગી શકાય એવી નથી. અલબત્ત, ફૉરન્સ એટલું જોઈ– સમજી શકતી હતી કે, વોટર એ વિચ્છેદ છુપાવવા માટે પૂરી કાળજી રાખતા, અને એમ કરવા જતાં કદાચ પારાવાર વેદના એકલો એકલે સહન કરતે.
ફલેરન્સ એ પણ જતી કે, તેના પરમ હિતેચ્છુ મિત્ર કેપ્ટન કટલની જાણમાં પણ એ વાત આવેલી છે, અને તેથી તે ભલો માણસ પણ ચિંતામાં પડેલ છે.
ફરન્સ હવે નક્કી કરી લીધું કે, આ પરિસ્થિતિનો અંત લાવવો જ જોઈએ; તથા આ વિચ્છેદ ઊભો થવાનું શું કારણ છે, તે જાણી લેવું જોઈએ, આ જગતમાં બાકી રહેલાં પોતાનાં વહાલાં જે બે જણ, તે આમ પોતાના મનમાં દુઃખી થયા કરે, એ વસ્તુ એક ઘડી પણ ચલાવી લેવી ન જોઈએ.
રવિવારની બપોર હતી; અને કેપ્ટન કટલ ફલેરન્સની પાસે બેસી ચશ્માં ચડાવી કંઈક વાંચતા હતા. ફૉરન્સે તેમને પૂછયું, “વૈલ્ટિર કયાં છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org