________________
४०२
ડી એન્ડ સન ઊંડાં ઊતરી ગયેલાં ગાલ અને આંખે, તથા ચિંતામાં ડૂબી ગયેલું તેનું વ્યક્તિત્વ બીજી જ વાત જાહેર કરતાં હતાં.
અને દુનિયા ! બહારની દુનિયા તેને વિશે શું વિચારે છે, તેને વિષે શું કહે છે, એ ચિંતા તેના મનમાંથી નીકળતી જ નથી. તે જ્યાં
જ્યાં જાય ત્યાં ત્યાં એ દુનિયા તેની સામે મેજૂદ હોય છે; અને નવાઈની વાત તો એ કે, જ્યાં તે ન હોય, ત્યાં પણ એ દુનિયા બેઠી બેઠી એની જ વાતો કર્યા કરે છે !
જુઓ ને, એડિથનો પિત્રાઈ ફિનિક્સ આ સમાચાર સાંભળી, દૂરથી એની સાથે એ વાત ઉપાડવા જ દોડી આવ્યો છે, અને મેજર ઑગસ્ટક પણ તેની સાથે એ જ હેતુથી આવ્યા છે.
મિ. ડાબી ગૌરવપૂર્વક સ્વસ્થતાના દેખાડ સાથે તેમને આવકારે છે; અને જાણે કશું બન્યું ન હોય એમ કહે છે, “વસંતમાં પણ આ વખતે ટાઢ જરા વધારે છે, નહિ !”
મેજર ઑગસ્ટક તરત જ બોલી ઊઠે છે, “માફ કરજો મહેરબાન, પણ જોસફ બૅગસ્ટોક આવી ઉપર ઉપરની બનાવટ કરવાનું જાણતો નથી –- જુઓ ડોબી, તમારે તમારા મિત્રોને દૂર જ રાખવા હોય, તો સીધું જ કહી દે, એટલે અમે આવ્યા તેવા અહીંથી વિદાય થઈ જઈએ. પણ બુદ્દો જે. બી. જે આવ્યો જ છે, તો મુદ્દાસરની જ વાત કરશે–આવી હવા ફવા કે ઠંડી બંડીની નહિ.”
મિ. ડબ્બી ડોકું હલાવી મેજરની વાત સ્વીકારી લે છે.
તો ડોમ્બી, હું દુનિયાદારીને માણસ છું, અને આપણું મિત્ર આ ફિનિક્સ પણ દુનિયાદારીના માણસ છે. અને ડાબી, તમે તો છે જ. અને આમ દુનિયાદારીના ત્રણ માણસો એકઠા થાય, અને અરસપરસ પૂરેપૂરા મિત્ર હોય – ”
તદ્દન મિત્રો, મને ખાતરી છે; પરમ મિત્રો, વળી.” પિત્રાઈ ફિનિકસ બેલી ઊઠે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org