________________
મિ. ડેબી અને દુનિયા બીજા કોઈ વિષય પરત્વે જ ચાલવી જોઈએ. જ્યારે હું પોતે મારા નસીબને રડવા બેસું કે મને સહાનુભૂતિની જરૂર હોય, ત્યારે તારે જેટલી દાખવવી હોય તેટલી દાખવજે.”
વહાલા પલ, તમારામાં રહેલા મહાન જુસ્સાને જાણું છું; એટલે આવા દુ:ખભર્યા અને તુચ્છકારવા લાયક વિષય ઉપર કંઈ જ નહિ બેલું. પણ પેલી કમનસીબ જોરન્સની વાત વળી શી છે, તે તો કહો – ભલે મને આઘાત લાગે કે દુઃખ થાય એવું કંઈક સાંભળવા મળવાનું હોય તોપણુ–”
લુઈઝા, ચૂપ રહે! એક પણ શબ્દ એ અંગે તારે બેલવાને
નથી.”
મિસિસ ચિક હવે રૂમાલ આંખે ઉપર દાબી, ડોમ્બી કુળમાં પાકેલાં ગેર-ડોમ્બીઓ ઉપર લ્યાનત વરસાવવા લાગ્યાં. જોકે, ફૉરન્સ એડિથના ગુનામાં સામેલ હતી, કે તે તેની પાછળ પાછળ ચાલી ગઈ હતી, કે તેણે કશુંય કર્યું હતું, કે કશુંય નહોતું કર્યું, – એ કશાની તેને જાણકારી ન હતી.
પણ એક વાત નક્કી હતી : મિ. ડોમ્બીને લાગતું ન હતું કે ફૉરન્સ પણ હંમેશને માટે ચાલી ગઈ છે-- કે કદી પાછી નહિ આવે. સાતમે આસમાને ચડેલા તેના ઘમંડમાં હંમેશાં તે એને આજ્ઞાંકિત તથા નમ્ર રહેલી જોતો આવ્યો હતો, અને પોતાની સર્વોપરિતાને ફલોરન્સ તરફથી કશે પડકાર મળે, એમ તે માનતો જ ન હતો.
અલબત્ત, એડિથના ભાગી જવાથી તેના સ્વાભિમાનની ઇમારત ધણધણું ઊઠી હતી;- જેકે, છેક ધૂળભેગી નહોતી થઈ. પરંતુ તે તરફ અનુભવતો હતો કે, બહારની દુનિયા અત્યારે તેની આ નામશી અને હીણપતની જ વાત કરવાનો ધંધો લઈને બેઠી છે. તે એ દુનિયા આગળ પિતાના અંતરમાં પિતાને લાગેલી ખરી નામોશીની વાત પોતાની અક્કડતા અને બાહ્ય ખુમારીથી છુપાવવા માગતો હતો, પરંતુ તેનાં ડે-૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org