________________
૪૯
મિ. સૂટ્સની ફરિયાદ
નાલોમન જિલ્લના દુકાન-ઘરને ઉપરને માળ એક ખાલી ઓરડી હતી, જેને પહેલાં હટરના સૂવાના મરા તરીકે ઉપયોગ થતો હતો. ઑલ્ટરે વહેલી સવારે આવી, કેપ્ટન કટલને જગાડીને પૂછયું કે, “ફરન્સ ઊઠે તે પહેલાં, નીચેથી જોઈતો સરસામાન લઈ જઈ એ કમરાને આપણે ફલોરન્સના બેસવા-ઊઠવાના ઓરડા તરીકે તૈયાર કરી દઈએ તો કેમ?”
કૅપ્ટન કટલને તો માત્ર આટલું કહેવાની જ વાર હતી.
એ બધી હેરફેર પતી ગયા પછી વેલ્ટરે કેપ્ટન કટલને અચાનક સવાલ પૂછો, “કેપ્ટન કટલ, કાકા-સોલ તરફથી તમને આટલા બધા દિવસ સુધી કશો સંદેશો કે પત્ર કે કઈ જ મળ્યું નથી ?”
“ના, દીકરા, કોઈ દહાડે કશું જ નહિ !”
બહુ નવાઈની વાત છે, કેપ્ટન કટલ; પણ તે મારી શોધમાં ગયા હોય, તો પણ વહાણવટાના માહિતગાર તરીકે તે એવી જગાએ જઈને રહે કે જ્યાં અમારા ડૂબેલા વહાણમાંથી કોઈ બચ્યું હોય તો પણ તણાઈ આવે; – અથવા જ્યાં એ વહાણુના અવશેષ પણ તણાઈ આવે. વળી તમે મારા કાકાના લખેલા કાગળો મને આપ્યા, તેમાં પણ એવું લખ્યું છે કે, જે એ કાગળ ઉઘાડવાની મુદત પૂરી થતા સુધીમાં તેમના તારથી કશા સમાચાર ન મળે, તો તેમને તમારે મરી ગયેલા
૩૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org