________________
૩૩૩
સુસાનની વિદાય કર્યો છે. હું કંઈ હિંદુસ્તાનની વિધવા નથી; છતાં મેં નકકી કર્યું છે એટલું હું તમને આ બધું સંભળાવવાની જ – ભલે પછી મારે એ બદલ જીવતા સળગી મરવું પડે.”
મિ. ડોમ્બીએ ફરીથી ઘંટની દોરી પકડવા હાથ લાંબે કર્યો, અને તે હાથમાં ન આવતાં પિતાના માથાના વાળ જ પકડીને ખેંચ્યા.
મેં મિસ ફૉય નાનાં હતાં ત્યારે, નાના માસ્ટર પોલને ભણવામાં મદદ થાય તે માટે, તેમને માસ્ટર પૉલનું લેસન તૈયાર કરવા, પિતાનું લેસન પૂરું કરી અધરાત –મધરાત કરતાં મારી સગી આંખે જોયાં છે. અને હવે તે કોઈની મદદ વિના અને કોઈના ટેકા વિના એવાં સુંદર બાનું બન્યાં છે કે, ગમે તે ટોળામાં પણ તે આગળ દીપી આવે. પણ આ ઘરમાં તેમના તરફ બેદરકારી જ દાખવવામાં આવે છે. એવું તે કંઈ બનતું હશે સાહેબ ? મારે, એ જ વાત તમને મોઢામોઢ સંભળાવવાની છે, સાહેબ; અને ગમે તેમ થશે તો પણ સંભળાવીશ જ.”
અને આ ઘરમાં કોઈ જ નથી શું? નોકરે બધા ક્યાં ગયા ? નોકરડીઓ બધી ક્યાં ગઈ?” મિ. ડોમ્બીએ ત્રાડ નાખી.
“ગઈ કાલે રાતે જ મારાં જુવાન બાનુ મોડી રાત સુધી જાગતાં બેસી રહ્યાં. તેમને પોતાના બાપને કેવું લાગ્યું છે તે જાણવું હતું. મને તેમણે ખબર કાઢવા મોકલી; પણ ગમે તેવી નાલાયક બાઈએ બારણું રોકીને બેઠી હોય ને જવાબ પણ ન આપે ! પછી હું મારા ઓરડામાં પાછી ફરીને વિચાર કરતી બેઠી હતી ત્યારે મેં શું જોયું ? મારાં જુવાન બાન પોતાના બાપની ખબર કાઢવા મોડી રાતે છાનાંમાનાં નીચે ઊતર્યા – જાણે પિતાના પપાની ખબર કાઢવી એ પણ મોટો ગુનો થતો હોય ! અને પછી પોતાના કમરામાં જઈ એટલું બધું રડ્યાં કે મારે જીવ જ કપાઈ ગયો. તમે સાહેબ, તમારી દીકરીને ઓળખતા નથી, અને તમે શું કરે છે તેનું તમને ભાન નથી. એ બધું પાપ છે – શરમ છે ! હું તમને પણ એ જ કહું છેઅને બીજાં સૌને પણ એવું જ સંભળાવવાની છું, ભલે કોઈ મારા કાન કાપી લે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org