________________
ડોમ્બી ઍન્ડ સન કેપ્ટન કટલ નીચે જઈ રાંધવાની તૈયારી કરવા લાગ્યા. દરમ્યાન ફૉરન્સ હાથ-મોં ધોઈ તૈયાર થવા લાગી. તે વખતે અરીસામાં પિતાનું પ્રતિબિંબ જોતાં તેને ગઈ રાતનો બધો બનાવ યાદ આવ્યો – તેની છાતી ઉપર પોતાના પિતાએ જોરથી મારેલા ફટકાનું કાળું ચકામું ઊપસી આવ્યું હતું.
તેને યાદ આવ્યું કે, હવે તે ઘરબાર વિનાની બનીને અહીં આવી છે. તેની પાસે ખીસામાં જે બે-ચાર ગિની હતી, તેમાંથી તેણે પિતાને બદલવાનાં ડાંક કપડાં તાત્કાલિક જ ખરીદવાં જોઈએ. અને ત્યાર પછી ? ત્યાર પછી પોતાના ભવિષ્યમાં શું છે, તેની કશી કલ્પના ન આવતાં, તે બિચારી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
પરંતુ પછી, નીચે રાંધવાની તૈયારીમાં પડેલા કેપ્ટન કટલને સોબત આપવાય જલદી જવું જોઈએ એમ માની, તે આંખો અને મેં લૂછી કાઢી, નીચે આવી.
કેપ્ટને ફર્લોરન્સને નીચે આવેલી જોઈ પહેલાં તો તેને સોફા ઉપર બેસાડી દીધી અને તેની આસપાસ ટેકારૂપે બે એશિકાં ગોઠવી દઈ પોતે પાછા રસોડાના કામે લાગી ગયા. બધું તૈયાર થયું એટલે ટેબલ ઉપર બધું પીરસી, ટેબલને સોફા ઉપર બેઠેલી ફરન્સ પાસે તે ધકેલી લાવ્યા. પછી આગ્રહ કરી તેને કંઈક મેમાં નાખવાનું સમજાવવા લાગ્યા. ફરન્સનું હૃદય એ ભલા માણસની કાળજી અને દોડાદોડથી ભરાઈ આવ્યું હતું. અત્યારે પણ તે મેંમાં કશું નાખી શકી નહિ. કેપ્ટન કટલ હવે તેને પટાવવા લાગ્યા–“જુઓ બેટા, તમારે થોડુંક ખાવું જોઈએ; તમે ન ખાઓ, તો મારા જેવા નઠાર માણસને ખાસ ન લાગે, પણ આ ઘરનો માલિક મારે દીકરી વૉલર અહીં હાજર હોય, અને તમને કશું ખાતાં ન જુએ, તો – ”
હા, એ મારે ભાઈ અત્યારે હોત, તો કેવું સારું થાત –” ફરન્સ વૉટરને યાદ કરીને તરત રડી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org