________________
૩૮૦
ડેબી એન્ડ સન બીજે દિવસે પણ આખો વખત તે એ ફિકરમાં જ રહ્યા. ફૉરન્સ તો હાથમાં સોય-કામ લઈ શાંતિથી તેમની સામે જ બેસી રહી હતી. પણ જ્યારે જ્યારે તે સામે બેઠેલા કેપ્ટન તરફ નજર કરતી, ત્યારે ત્યારે તેને લાગતું કે, તે પણ તેના સામું જોઈ કશી વાત કરવા ઉત્સુક થઈ રહ્યા છે. પરંતુ તે જ્યારે તેમના સામું પ્રશ્નાર્થ નજરે જોઈને ઇતેજારી બતાવતી, ત્યારે કેપ્ટન કટલ પાછો વિચાર બદલી ડૂબકું મારી જતા – જાણે કેવી રીતે વાત શરૂ કરવી તે તેમને સમજાતું ન હોય.
દિવસ એમ ને એમ કશી વાતચીત વિના જ પૂરો થયો. છેક સાંજના વખતે કેપ્ટન કટલ પિતાનું જહાજ ફલેરન્સની વધુ નજીક લાંગરીને કંઈક નિરાંતે બેઠી; અને ઘણી ગડભાંજ પછી છેવટે બાલ્યા –
“મીઠડી, તમે કદી દરિયાની સફર કરી છે?” “ના!”
“બહુ વિચિત્ર અનુભવ છે – બહુ અનોખી દુનિયા છે – કેટકેટલા ચમત્કારે એની ઉપર અને એને તળિયે ભરેલા છે– કંઈ પાર નથી. ત્યાંનું અંધારું પણ ગજબનું હોય છે. પોતાનો હાથ પણ પિતાને ન દેખાય. અને અજવાળું હોય ત્યારે એટલું બધું હોય કે આંખ જ આંધળી બની જાય. વળી પવનો ફૂંકાય અને દરિયો તોફાને ચડે, ત્યારે વળી જુદો જ અનુભવ ! ત્યારે તો એ હીંચકામાંથી હેમખેમ નીકળી ગયા ત્યારે ખરા ! એ તોફાનમાં જહાજ જ્યારે સપડાય ત્યારે – ”
તમે કદી એવા તોફાનમાં સપડાયા છો?”
“હાસ્તો, લાડકી; દરિયે આપણું એાળખાણ થોડો રાખે ? જુઓને આપણે લાડકો વૈલર, દરિયામાં તણાઈ જ ગયો, ખરી વાત ને ?”
પણ આટલું બોલી કૅપ્ટન કટલ એકદમ ફીકા પડી ગયા તથા કંઈક સ્તબ્ધ થઈ ગયા. તે જોઈ ફૉરસે તેમના હાથને પકડી લીધે, અને પૂછયું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org