________________
૩૭૮
ડી ઍન્ડ સન નળીમાં કંઈક ગરબડ થઈ હેવી જોઈએ એવો ખુલાસો કરી, એ નળીને જ બારીકાઈથી તપાસવા માંડી. પણ નળીમાં કશું કારણ માલૂમ ન પડતાં, તેમણે ચુંગી પાછી ફૂંકવા માંડી અને મેંમાંથી નીકળતા ધૂમાડાની આડમાં ઘરમાં બધું ઠીકઠાક કરતી ફૉરન્સને તે નિહાળવા લાગ્યા.
ફૉરન્સને આસપાસ જે કંઈ ઠીકઠાક કરવું હતું તે તેણે કરી લીધું, તથા કેપ્ટને ચુંગી પણ ફૂંકી લીધી, એટલે ફરજો કેપ્ટનને પાસેની દુકાનમાં પોતાને લઈ જવા કહ્યું, જેથી પોતાને તાત્કાલિક જોઈતાં કપડાને સેટ ખરીદી અવાય.
કેપ્ટને તરત ફલોરન્સના સંરક્ષણ માટે પોતાનો ગઠ્ઠાદાર દંડે હાથમાં પકડી લીધે; અને બીજા હાથમાં હાથ ભેરવીને ચાલતી ફલેરન્સ તરફ જતા, અને તેના સંરક્ષણની જવાબદારી પોતાની ઉપર છે તે માટે ફૂલી ફૂલીને ફાળકા થઈ ચાલતા, થોડે દૂરની દુકાન તરફ તે તેને લઈ ચાલ્યા. કેપ્ટન કટલની એ આનંદપૂર્ણ અને ગૌરવપૂર્ણ અદા, તે રસ્તે થઈને જતાં આવતાં કેટલાંયની નજરે ચડ્યા વિના ન રહી.
કૅપ્ટને દુકાનમાં જઈ ફૉરન્સને પોતાને પોશાકની ખરીદી કરવા એકલી મૂકી: સ્ત્રીઓનો પોશાક ખરીદતો હોય ત્યાં પુરુષે ઊભા રહેવું અસભ્ય માનીને. પરંતુ તેમણે ગલ્લા ઉપરની બાઈની સમક્ષ પોતાને ટીનનો ડઓ મૂકી દીધો અને કહ્યું કે, તેમાં ચૌદ પાઉંડ બે શિલિંગ છે; અને પોતાની ભત્રીજીએ કરેલી ખરીદીના બિલમાં વધારાની જરૂર પડે, તો તેણે ઝટ બોલી નાખવું, જેથી પોતે પોતાના ખીસામાંથી તે ગણી આપશે.
પરંતુ ફલેન્સ જ્યારે પોતાને જોઈતાં કપડાંનું પાર્સલ લઈ બહાર આવી, ત્યારે કેપ્ટન કટલને ભારે નિરાશા થઈ. તેમણે તો માન્યું હતું કે, એ ગાંસડી કઈ મજૂરને માથે જ ઉપડાવવાની હશે. પણ ઉપરાંતમાં જ્યારે ફલેરન્સે કહ્યું કે, તે કપડાંના પૈસા પોતે પિતાની પાસેની રકમમાંથી ચૂકવી દીધા છે, ત્યારે તો કેપ્ટન કટલ છેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org