________________
૩૭૭
“વૉલર ડૂબી ગયું છે, નહીં?” મારી લાડકી, મારા ઉપર મહેરબાની કરીને ઓછું ન લાવ્યા કરશે. વૈલર તમારે સાથે જન્મેલે મિત્ર હતો, એ હું જાણું છું. અને એ હોત તો ખરેખર તમને બહુ ધીરજ રહેત, એ પણ હું કબૂલ કરું છું. પણ આપણે એ વૅલર ડૂબી ગયેલ છે–અધવચ દરિયામાં, એ તો જાણે છે ને ?”
ફૉરન્સ હકારમાં ડેકું હલાવ્યું.
“હા, હા, ડૂબી જ ગયો છે તો ! પણ એ અહીં અત્યારે હાય, તો તમને ખાવા માટે ખૂબ ખૂબ આગ્રહ કરે; અને તમે પણ એના આગ્રહને પાછો ના ઠેલી શકે, ખરું ને લાડકી ! પરંતુ બેટા, વેલર અત્યારે તો અહીં છે નહિ; તો પણ તેના તરફથી હું આગ્રહ કરું છું, એમ માનીને તમે ડુંક ખાઓ તે હું બહુ રાજી થઈશ. હા, હા, વોલર તરથી આગ્રહ કરું છું, વળી !”
ફલેરન્સ કેપ્ટન કટલને વોલરના નામથી આગ્રહ કરતા જોઈ દુઃખમાં પણ જરા હસી; પછી તેણે ધીમે ધીમે ખાવા માંડયું.
ફરન્સ ખાવા માંડી એટલે પછી કેપ્ટન અને ડિજિનિસે પણ તેને સાથ આપવા માંડયો. અને ખાવાનું પૂરું થયું, એટલે પછી ત્રણે જણ એક માણસની પેઠે બધું સમેટવામાં તથા ઠેકાણે કરવામાં કામે લાગ્યાં. કૅપ્ટન કટલ ગમે તેટલું ના પાડવા ગયા, પણ ફલેરન્સ માની જ નહિ– તે બધા કામમાં સાથે જ રહી, એટલું જ નહિ, પછી કેટલાંક કામ તો તેણે જ કરવા માંડયાં અને કેપ્ટન કટલને ચૂપકીથી બાજુએ ઊભા ઊભા જોતા જ રહેવું પડયું !
પણ છેવટે જ્યારે ફલેર સે આગ્રહ કરી, કેપ્ટન કટલને ખુરશીમાં બેસાડી દઈ, તેમના હાથમાં તેમની ચુંગી તૈયાર કરીને પકડાવી દીધી અને તેને સળગાવીને ફૂંકવા કહ્યું, તથા બીજા હાથમાં તેમને ગરમ પીણું તૈયાર કરીને આપ્યું, ત્યારે ભલા કૅપ્ટન કટલના ગળામાં ડૂમે ભરાઈ આવ્યો અને તેમને ખાંસી ચડી આવી. ફલોરન્સ ગાભરી થઈ “શું થયું” “શું થયું', એમ પૂછવા લાગી, ત્યારે તેમણે ચુંગીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org