________________
४८ વૈલર હબી ગયું છે, નહીં ?” મધ્યાહ્ન થયા અને દિવસ પાછલા પહોર તરફ વળ્યો, પણ ફર્લોરન્સ સૂતેલી જ રહી. મનથી અને શરીરથી તે એટલી ભાગી પડી હતી કે, પોતે ક્યાં છે, તથા શું બન્યું છે, તે કશાનો ખ્યાલ જ તેને રહ્યો ન હતો. જ્યારે તેણે જાગીને આંખે ઉઘાડી, ત્યારે પણ તે
ન્યપણે જ સામેની બાજુ જઈ રહી. ત્યાર પછી ધીમે ધીમે તેની સ્મૃતિ જાણે જાગૃત થવા લાગી.
“મારી ફૂટડી, કેમ છે ?” કેપ્ટન કટલે બારણે ટકોરા મારતાં પૂછયું.
તમે છે?” ફલેરન્સ બારણા તરફ ધસતાં બેલી. “શી ખબર છે, મારા ઝવેરાત ?”
હું બહુ ઊંઘી; અહીં હું ક્યારે આવી હતી ? કાલે ?” “આજના જ શુભ દિવસે, મારાં નાનકડાં બાનું.” “હજુ રાત પડી જ નથી ?”
“હવે ફૂટડી, રાત પડવા જ આવી છે; જુઓ.” એમ કહી, કેપ્ટને બારી ઉઘાડી, અને ફરન્સ તેમના મજબૂત હાથ ઉપર હાથ મૂકી, બારી બહાર આકાશ તરફ નજર કરવા લાગી.
“બેટા, હવે હું નીચે જાઉં છું અને કંઈક ભોજનની તૈયારી કરું; સવારે તો તમે કંઈ જ ખાધું નથી. બધું તૈયાર થયે પછી હું તમને લેવા આવીશ.”
ના, ના, હવે હું ચાલી શકું તેવી થઈ છું; એટલે મારી મેળે જ નીચે આવીશ.”
૩૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org