________________
૩પર
ડિલ્મી એન્ડ સન મને ખબર છે. તમારામાં તાકાત હોય તો તમારા ઘમંડી, અભિમાની શેઠને ધૂળ ભેગા કરવા અને ધૂળ ચાટત થયેલું જોવા તમે ન ઇચ્છો, એ વાત હું માની શકતો નથી ! મને મારા પિતાનો અને તમારા બધાનો અનુભવ ન હોય તો ને !”
આ છેલ્લું વાક્ય તેમના મોંમાંથી અજાણપણે બહાર નીકળી પડયું.
૪૬ વાપાત
મિ. ડોબીને અકસ્માત થયે છ મહિના થઈ ગયા હતા; છતાં એડિથ અને મિડાબી વચ્ચે એ જ જાતને – અતડાપણને –સંબંધ જ ચાલુ રહ્યો હતો. ફૉરન્સના હૃદયમાં આ નવા લગ્ન વખતે પિતાનું સુખી ઘર વસવાની જે આશા ઊભી થઈ હતી, તે સદંતર લુપ્ત થઈ ગઈ હતી. બે વર્ષ થવા આવ્યાં હોવા છતાં આ ઘરનો એક દિવસ ફરન્સના સ્વપ્નને લુપ્ત કરી નાખે એવા બનાવો વિનાનો ગયો ન હતો. એડિથ અને તેના પિતા દૂરના ભવિષ્યમાં પણ કદી શાંતિથી ભેગાં રહી શકે, એવી જરાય આશા દેખાતી ન હતી.
ફરન્સ હજી પિતાને ચાહતી હતી. અલબત્ત, પિતા તેને મન કદી પ્રત્યક્ષ નક્કર વસ્તુ નહોતા ! પ્રત્યક્ષ નક્કર વસ્તુ જે પ્રમાણમાં તેના હૃદયનો ભુક્કો કરતી જતી હતી, તેટલા પ્રમાણમાં ફલૅરન્સનું મમતાળુ હદય એ પથ્થર ઉપર પોતાની માયા-મમતાનું એક જુદું જ આવરણ વીંટળે જતું હતું. પરિણામે, તેના મનમાં વસેલા પિતાને પ્રત્યક્ષ દુનિયાના પિતા સાથે કશું સરખાપણું રહ્યું ન હતું.
એડિથ સાથે તેને સંબંધ હવે બદલાઈ ગયો હતો. ફરન્સ અકસ્માતના દિવસથી જ જેતી આવી હતી કે એડિથ હવે તેને મળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org