________________
૩૬૦
ડેબી ઍન્ડ સન કાર્ટર, હવે મિ. ડેબી આખર ઉપર આવી જઈને બેલ્યા; “મિસિસ ડોબી પોતાને અને મને ભૂલીને, મને એવી સ્થિતિમાં લાવી મૂકવા માગે છે કે, જે મારા સ્વભાવને બિલકુલ પ્રતિકૂળ છે. અને તેથી હું આ વસ્તુસ્થિતિને અંત જ લાવવા માગું છું.”
તો પછી જે સાંકળે અને તમે બાંધી છે, તેમાંથી મને મુક્ત કરે, અને મને જવા દો.”
મેડમ, તમે શું બોલે છે, એને તો વિચાર કરો ?” મિત્ર ડાબી એકદમ તડૂકી ઊઠ્યા.
મિ. કાર્કર, તમે એમને કહો કે, હું તેમનાથી છૂટી થવા માગું છું. અને એ વસ્તુ જ બંનેના હિતમાં છે. તેમને જે શરતે કરવી હોય તે શરતે –મને તેમની મિલકતની જરાય પરવા નથી – પણ આ છુટકારો એકદમ થઈ જાય એ જરૂરી છે.”
ભલા ભગવાન, મિસિસ ડાબી, તમારે આ પ્રસ્તાવ હું સાંભળવા પણ માગતો નથી. હું કોણ છું તે તમે જાણો છો ? “ડાબી એન્ડ સન” નામ તમે કદી સાંભળ્યું છે? લેકા એમ કહે કે, મિ. ડાબી તેમની પત્નીથી છૂટા થયા ! સામાન્ય લોકો મારા ગૃહજીવનની વાત કરે ! મિસિસ ડેસ્મી, તમે શું ખરેખર એમ માને છે કે, મારા નામને હું એવી તુચ્છ જીભ ઉપર ચડવા દઉં ? શરમ છે! તમે અર્થહીન વાતો ઉપર આવી ગયાં છો ! તમે જાણું રાખજો કે, તમારી અને મારી વચ્ચે લગ્નવિચ્છેદની કોઈ શક્યતા જ નથી. એટલે મારી સલાહ છે કે, એવા ખ્યાલો છોડી, તમે તમારી કર્તવ્યભાવના પ્રત્યે જાગ્રત થઈ . અને કાર્કર, હું તમને એ કહેવા માગતો હતો કે
કાર્લર આ બધું નીચે એ સાંભળી રહ્યો હતો. તેણે હવે ઊંચું જોયું, તેની આંખમાં કંઈક વિચિત્ર ચમક ભરેલી હતી.
હું તમને, કાર્લર, એમ કહેવા માગતો હતો કે, તમે મિસિસ ડેબીને કહી શકો છો કે, મારા જીવનમાં કોઈ મારો વિરોધ કરે કે મારા માર્ગમાં આડું આવે, તેને હરગિજ સહન ન કરી લેવાનો મારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org