________________
ડોમી ઍન્ડ સન
ફ્લોરન્સ ફ્રાટેલી આંખે એના તરફ જડસડ થઇ તે દૂર ઊભી રહી; એટલે એડિથ ભીંત સરસી લપાતી કાઈ જાનવરની પેઠે ફ્લોરન્સની બાજુએ થઈને આગળ નીકળી અને લંગ મારી બહાર દોડી ગઈ.
ફ્લોરન્સ ત્યાં ને ત્યાં બેહોશ થઈ ફરસબંધી ઉપર તૂટી પડી. જ્યારે તે ભાનમાં આવી, ત્યારે તે તેની પથારીમાં પડી હતી અને મિસિસ પિપચિન તથા કેટલાક નાકરા તેને ઘેરીને ઊભાં હતાં. મમા કયાં છે?” - ફ્લૉરન્સે પહેલે પ્રશ્ન પૂછ્યો. છે, મિસિસ પિપચિને જવાબ આપ્યા.
77
૩૬૪
<<
“ બહાર જમવા ગયાં
*
· અને પપા ?”
“ તેમના પેાતાના ઓરડામાં છે; પરંતુ મિસ ડેામ્બી, તમે કપડાં બદલી સૂઈ જવાની તૈયારી કરે.
""
લારસે તે બધાંને વિદાય કર્યાં : તેને ઊંધ આવે તેમ હતું જ નહિ. એટલે એડિથ ધેર પાછી ન ફરે ત્યાં સુધી તેણે જાગતા રહેવાના જ વિચાર કર્યાં. તેના મનમાં એડિથની સહીસલામતી અંગે જ કાઈ છૂપા ભય વ્યાપી રહ્યો હતેા.
સાંજ પૂરી થઈ ને રાત વધતી ચાલી; મધરાત પણ થઈ, પણુ એડિથ ન આવી.
આખું ઘર ઊંઘી ગયું હતું; માત્ર બે નેકરે પોતાનાં માલિક પાછાં કરે તેની રાહ જોઈ નીચે બેસી રહ્યા હતા.
એક વાગ્યા એ વાગ્યા. પણ એડિથ ન આવી.
ફ્લોરન્સ પેાતાના કમરામાં ઉત્સુકતાભરી અને ચિંતાભરી સ્થતિમાં આંટા મારવા લાગી. ચાર વાગ્યા – પાંચ વાગ્યા ! છતાં એડિથને પત્તો ન હતા.
પણ હવે ઘરમાં કંઈક હિલચાલ થતી તેને સંભળાઇ, રાહ જોઈ ને એસી રહેલા એક નેકરે મિસિસ પિપચિનને ઉઠાડયાં હતાં. તે ઊડીને મિ॰ ડેમ્મીના કુમરા તરફ ગયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org