________________
४७
કૅપ્ટન કટલને ગાંડા બનાવાનું જ બાકી રહે છે
ફરન્સ બહાર તે નીકળી; પણ આખી દુનિયામાં હવે તેને ક્યાં જવાનું હતું? તે કશા વિચાર વિના શન્ય ચિત્તે આગળ વધતી હતી, તેવામાં પાછળથી ડિજિનિસ દોડતો દોડતો આવ્યો અને તેના પગની આસપાસ ગોળ પ્રદક્ષિણ ફરતો ફરતો આનંદના ઘુરકાટથી શેરીને ગજાવી મૂકવા લાગ્યો.
એ ડિ! એ વફાદાર ડિ! તું આવી પહોંચ્યો? ભલે, તું હજુ મને ભૂલવા માગતો નથી, તો પછી હું તને શા માટે ભૂલું ?”
પરંતુ ફૉરન્સને હવે ક્યાં જવું, એ નકકી કરવાનું હતું. સ્વાભાવિક રીતે જ તેણે નાનપણમાં પોતે ભૂલી પડી હતી ત્યારે જે સ્થળે આશરો મેળવ્યો હતો, તે સ્થળ તરફ પોતાના પગ ઉપાડયા: કાકાસેલના દુકાન-ઘર તરફ! તે ત્યાં પહોંચી, તે વખતે બારણું જાણે તેને આવકારવા જ ખુલ્યું હતું. ફલૅરન્સ દોડતી, રસ્તો ઓળંગી, અંદર પેસી, પાછળના ભાગમાં જવાના ઉમરા આગળ બેસી પડી.
કેપ્ટન કટલ અંગીઠી આગળ ઊભા ઊભા સવારનો કોકે તૈયાર કરી રહ્યા હતા. કેપ્ટને કપડાંનો સળવળાટને અવાજ સાંભળી, મિસિસ મેકસ્ટિજરને જ આવી પહોંચ્યાં જાણી, છળીને પાછળ વળી જોયું, તો ફલૅરન્સે તેમને પોતાની પાસે જલદી અવિવા હાથથી નિશાની કરી: તે બેહોશ બનવાની તૈયારીમાં હતી.
૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org