________________
૩૭૨
ડેલ્મી એન્ડ સન કેપ્ટન કટલ અંદરખાનેથી તે મિસ ડેબી તે વખતે પોતાના છાપરા હેઠળ હતી એ મહાન રહસ્યને પિતાના અંતરમાં છુપાવી રહ્યા હેઈ, ભારે અસ્વસ્થ હતા, અને તેથી મિ. ટ્રસ્ટની નજર સાથે નજર મેળવ્યા વિના જ આડું કે ઊંચું જોઈને જ વાત કરતા હતા.
મિ. ટ્રસ્ટ પણ કંઈકે ભારે અસ્વસ્થતા જ અનુભવી રહ્યા હતા. તેમણે વાત માંડી –
“ કેપ્ટન જિસ, તમને મારામાં કશો ફેરફાર થયેલો લાગે છે?”
ના, દીકરા, ના.”
“તમને નહિ જ દેખાય; કારણકે, હું સંવરવાથી મરતો જાઉં છું – મારી મરજીથી જ ! નથી મને ઊંઘ આવતી, અને નથી હું ખાઈ શકતો; પણ એ બધું મને ગમે છે. જે જલદીથી હું છેક જ ઘસાઈને ખતમ થઈ જાઉં, તો બહુ સારું થાય ! પણ કેપ્ટન જિલ્સ, મારે જે વાત કહેવાની છે, તે જ તમને ચપટી વગાડતાંમાં કહી દઉં – આજે વહેલી સવારે (એકાદ કલાક પહેલાં) આ તરફ થઈને હું જતો હતો, ત્યારે મને તમારી સાથે નાસ્તો કરવાનું મન થયું એટલે હું તમારા ઘર તરફ વળે, ત્યારે બારણું બંધ જોઈ–”
બારણું બંધ જોઈ તમે બહાર ઊભા રહ્યા હતા, ખરું ?” કેપ્ટન કટલે “હાશ’ને ભાવ અનુભવી પૂછયું.
ના, જરા પણ નહિ, કેપ્ટન જિલ્સ; હું તો બારણું બંધ જોઈને તમને બહાર ગયેલા જાણું ચાલ્યો જ જતો હતો, પણ બારણું પાસે કઈ ઊભું હતું, તેણે મને પૂછયું – પણ કેપ્ટન જિસ, તમે કૂતરો પાળા છો”
“કદી નહિ.”
મેં પણ પેલાને કહ્યું કે, કેપ્ટન જિલ્લની પાસે કૂતર નથી જ. તો પણ તેણે કહ્યું કે, “ના, અંદર કૂતરે છે અને ભસે છે.”
કેપ્ટનના કપાળ ઉપર પરસે જામી ગયો; અને તે મિટ્રસ સામે ફાટી આંખે જોઈ રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org