________________
કૅપ્ટન કટલને ગાંડા બનવાનું જ બાકી રહે છે ૩૭૩ તેમણે પછી પૂછવું –“પણ એ કોણ હતો, વારુ?”
માફ કરજે, કેપ્ટન જિન્સ, મારે ને તેને જરાય ઓળખાણ નહોતી, તથા મારે તેની સાથે કંઈ વાત પણ કરવી નહોતી; પણ મારાથી કોઈને કદી ના પાડી શકાતી નથી–મારું માથું બહુ નરમ છે – એટલે તે મને પોતાની સાથે થોડે દૂર લઈ ગયો અને પૂછવા લાગ્યો કે, “હું તમને ઓળખું છું કે કેમ ?” મેં “હા” કહી. એટલે તેણે મને કહ્યું, મારે તમારી પાસે જઈને તમને એક વાત માટે તૈયાર ' કરવા અને મિ. બેંગ્લીની દુકાને એક મિનિટ આવીને મળી જવા કહેવું. હવે કેપ્ટન જિસ, મને પોતાને એ બાબતમાં કશી સમજ પડતી નથી, પરંતુ હું એટલું કહી શકું, એને તમારું કાંઈક અગત્યનું કામ છે – એક મિનિટનું જ – અને તમે જે “આ સંજોગોમાં’—એ માણસ એ શબ્દો વરંવાર વાપર્યા કરતો હતો – (કેપ્ટન કટલ ચકક્ષા) – તેને એક મિનિટ મળી આવવા માગતા હો, તો તમે પાછા આ ત્યાં સુધી હું આ દુકાનમાં બેસવા તૈયાર છું, જેથી તમારે બારણુને તાળું મારવાની ખટપટ ન કરવી પડે.”
કેપ્ટન દ્વિધામાં પડી ગયા : ફૉરન્સની પાછળ જ તેની શોધમાં કાઈ આવ્યું હોય તે, ગ્લીની દુકાને જઈ તેની ખાતરી કરી લેવી જોઈએ, જેથી તે અંગે સાવચેતી લઈ શકાય. પરંતુ, મિ. ટ્રસ્ટને નીચે બેસાડીને પોતે બહાર જાય અને ફર્લોરન્સ ઉપર છે એ વાત કોઈ રીતે તેમની જાણમાં આવી જાય, તે ફૉરન્સની સહીસલામતી માટે એ વસ્તુ જોખમકારક ન ગણાય? છેવટે તેમણે ઉપર જવાના દાદરના બારણાને તાળું માર્યું અને તેમ કરવા બદલ મિત્ર સની માફી માગી. મિ. ટ્રસે જવાબ આપ્યો, “કંઈ ચિંતા નહીં, કંઈ વાંધો નહીં. ઊલટું સારું કર્યું - મને કશી વાતનું ભાન રહેતું નથી, એટલું તાળું મારી લીધું તે સારું જ થયું.”
કેપ્ટન કટલ મિ સની ખેલદિલી ઉપર રાજી થતા હવે ગ્લીની દુકાન તરફ ઊપડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org