________________
કેપ્ટન કટલને ગાંડા બનવાનું જ બાકી રહે છે ૩૭૧ કેપ્ટન કટલને સુસાન વિષેનો પોતાનો અભિપ્રાય સાચો પડયો તેથી નિરાંત થઈ. નહિ તો તે સુસાનને કદી માફી ન આપત. હવે ડિજિનિસને થાકીને પાછો આવેલે જોઈ કેપ્ટન કટલ ઉપરને માળ સેલ જિસને કમરે જરા ઠીકઠાક કરી લેવા દોડયા, જેથી ફર્લોરન્સ ત્યાં જઈ નિરાંતે આરામ કરી શકે.
કશું ખાસ તૈયાર કરવાનું હતું જ નહિ, પણ કેપ્ટન કટલને તે પિતાની દીકરી કેટલે દિવસે બાપને ઘરે આવી હેય એટલો આનંદ થતો હતો; એટલે ફલોરન્સને કશી વાતની જરાય તકલીફ ન પડે તે માટે બનતું બધું કરી છૂટવાની તેમની ચિંતા, ફિકર અને રઘવાટ જોઈને, તથા પરિણામે કશું નવું ન નીપજતું જોઈને, કોઈને પણ હસવા સાથે આંસુ આવ્યા વિના ન રહે.
ફલેરન્સને ઉપર સુવાડી દીધા પછી, કેપ્ટન કટલે નીચે આવી, નાસ્તા વખતે બારણું બહાર ખરેખર કોઈ આવીને ઊભું હતું કે નહીં, તેની ખાતરી કરવા ધીમેથી બારણું ઉઘાડયું; અને હજુ આસપાસ તે માણસ આંટા મારે છે કે નહિ એની ખાતરી કરવા, આખી શેરીમાં આમથી તેમ નજર નાખી. એટલામાં બાજુએથી જ આવી પહોંચેલા મિ. સૂટ્સ તેમને સંબોધીને બેલ્યા
“કેમ છે, કેપ્ટન જિન્સ ?” તમે કેમ છો, ચિરંજીવી ?” કેપ્ટને જરા ચેકીને સામું પૂછયું.
હું? હું ઠીક છું; આભાર; કેપ્ટન જિસ; પણ હમણાં હું ઈચ્છું તે સારી નથી રહી શકતો. હવે હું કદી એ સારો થઈ શકીશ, એમ પણ માનતો નથી. પણ કેપ્ટન જિન્સ, અત્યારે તો મારે તમને એક ખાસ વાત કહેવાની છે.”
કેપ્ટન કટલ તેને અંદરની બાજુ લાવતાં બેલ્યા, “દીકરા, પરંતુ અત્યારે હું તદ્દન ફુરસદમાં છું, એમ ન કહી શકાય. એટલે ચપટી વગાડતાંમાં જે કહેવાનું હોય તે કહી દેશે, તે આભાર થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org