________________
ડેબી એન્ડ સન એક તો લગ્નને દસ્તાવેજ હતો, અને બીજી એક ચિઠ્ઠી હતી. મિ ડેબીએ તે વાંચી : એડિથ ભાગી ગઈ હતી; લગ્નની સાલમરાહને દિવસે જ – મિ. ઓખીના મોં ઉપર મેશ ચોપડીને – અને વિશેષ તો એ કે મિકાકર સાથે તે ભાગી ગઈ હતી !
નોકરની દોડધામ મચી રહી. ચારે તરફ મોટેથી ગુસપુસના અવાજે આવવા લાગ્યા. ફલૅરન્સ બહાર નીકળી તો ખરી, પણ બધું જાણ્યા પછી પાછી પોતાના કમરામાં ભરાઈ ગઈ.
તેને પોતાના પિતાની જ દયા આવવા લાગી. પિતાના બધા અપરાધો તે ભૂલી ગઈ તેને ત્યારે પોતાના પિતાની હીણપતભરી અવમાનિત દશાનો જ વિચાર આવવા લાગ્યો. તેમની પત્ની, તેમના જ વિશ્વાસુ સાથી – કર્મચારી સાથે ભાગી ગઈ હતી.
મિ. ડોબીએ નોકરને પોતપોતાને કામે ચાલ્યા જવા ફરમાવ્યું. અને પછી તે પોતાના કમરામાં એકલા આંટા મારવા લાગ્યા.
ફર્લોરન્સથી હવે ન રહેવાયું. તે તરત જ નીચે ઊતરી અને તેના પપાના કમરા તરફ દોડી. તેમને જોતાં જ, હાથ લાંબા કરી, એ વહાલા પપા !” કરતી એ તેમને ગળે વળગવા ગઈ
પરંતુ મિ. ડોમ્બીએ પોતાનો હાથ જોરથી ઊંચો કરી તેની છાતી ઉપર એવો જોરથી ફટકા લગાવ્યો કે, તે આરસપહાણની ફરસ ઉપર લથડિયું ખાઈ ગઈ મિ. ડોબીએ તે વખતે તેને સંભળાવતાં કહ્યું, “તારી મા એડિથ રંડીની પેઠે ભાગી ગઈ છે; તું પણ એની જ સંતલસમાં હતી, એટલે તુંય જ્યાં તે ગઈ છે ત્યાં જા!”
ફૉરન્સ હવે ઢીલી થઈને નીચે ગબડી પડી નહિ: અમાનુષી પ્રયત્ન કરી તે ટટાર ઊભી રહી. તેણે મિ. ડોબીના માં તરફથી આંખ ખસેડી લેવાનો પણ પ્રયત્ન ન કર્યો. તેમ જ ઠપકાનાં કશાં વેણ પણ ન ઉચ્ચાર્યા. ફૉરન્સને પહેલી વાર પ્રતીતિ થઈ કે, તેને આ દુનિયામાં વાઘ નથી !
તે તરત જ એ ઘરમાંથી બહાર નીકળી ગઈ,–જે ઘરમાં હવે તેનું કોઈ ન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org