________________
ડી એન્ડ સન કેપ્ટન એકદમ ફલરન્સ જેટલા જ ફીકા પડી ગયા. તેમણે તરત તેની પાસે દોડી જઈ તેને નાના બાળકની પેઠે ઊંચકી લીધી અને પથારી ઉપર સુવાડી દીધી.
પછી તેમણે પાણી લાવી દેવું તેના મેં ઉપર છાંટયું, તથા હળવે હાથે તેની બોનેટ છોડી નાખી. કેટલીય વારે ફૉરન્સના હોઠ ફરકવા લાગ્યા.
પછી તો તે હળવેથી બોલી, “કૅપ્ટન કટલ, તમે છે?” “હા, મારાં નાનાં દીકરી !” “વેલ્ટરના કાકા અહીં છે?”
“ઘણું દિવસથી તે અહીં નથી; તે વેટરની શોધમાં તેની પાછળ ચાલ્યા ગયા છે.”
“તો તમે હવે અહીં રહે. છો?”
હા, મારાં નાનાં બાનું.”
ફલોરન્સ હવે બે હાથ ભેગા આમળતી ગાભરી થઈને બોલી ઊઠી, “કેપ્ટન કટલ! મને બચાવે ! મને અહીં જ રાખજો! કોઈ જાણે નહીં કે, હું અહીં છું ! હું પછીથી તમને બધી વાત કહીશ. આ દુનિયામાં હવે મારું કોઈ નથી, જેની પાસે હું જાઉં. મને અહીંથી કાઢી ન મૂકશે !”
“મારાં નાનાં દીકરીને શું અહીંથી કાઢી મૂકું ? તમને?” એટલું કહેતા કેપ્ટન કટલ સહીસલામતી ખાતર બહારના બારણાને આગળ ચડાવી ચાવી ફેરવીને બંધ કરી આવ્યા. ફલોરસે તેમનો હાથ પકડીને ચુંબન કર્યું, પણ પછી પોતાના ઘવાયેલા હૃદયના છેવટના આશરા રૂપ આ ભલા માણસને ગળે વળગી તેણે તેના પ્રમાણિક ખભા ઉપર પિતાનું માથું મૂકી દીધું. ત્યાર પછી તેમનો આભાર માનવા તે નીચી નમી ઘૂંટણિયે પડવા ગઈ, તેવી જ કેપ્ટન કટલે તેને સ્થિર પકડી રાખી અને પોતે તેનો ઇરાદો સમજી ગયા છે એવું ન જણાવવા ખાતર તેમણે તેને કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org