________________
વાપાત
૩૬૩ થોડે દૂર લંબાઈને દાદર આગળ પહોંચતી એાસરી તે ઓળંગતી હતી, એટલામાં તેણે દાદર ઉપરથી કઈ પુરુષને ઊતરતો છે. તેના પિતા જ હશે એમ માની, તે જરા અંધારામાં છુપાઈ ગઈ– કારણ કે, એ ઓસરીમાં પૂરેપૂરું અજવાળું તો કઈ મોટા પ્રસંગે જ કરાતું.
પરંતુ એ તો મિત્ર કાર્યર હતા ! તે એકલા જ ચુપકીદીથી નીચે ઊતરતા હતા – સાથે કાઈ નોકર ન હતો, તથા તે જાય તે માટે ઉપરથી દેરડું ખેંચી ઘંટ પણ ગાડવામાં આવ્યો ન હતો. મિ. કાર્કર જાતે જ બારણું ઉઘાડીને બહાર નીકળી ગયા, અને પછી ધીમેથી તેમણે પોતે જ બારણું પાછું વાસી દીધું.
તેમની આ હિલચાલમાં કશુંક એવું છૂપા જેવું લાગ્યું કે, ફલેરન્સ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. ફૉરન્સ અત્યારે પણ એડિથને તેના કમરાની બહાર ક્યાંય મળી શકી નહીં. સાંજના તે બહાર જવાની હતી, એવું તેણે સાંભળ્યું હતું, એટલે દાદર આગળ જ તે આવે તેની રાહ જોઈને એ ઊભી રહી. થોડી વારે દાદર ઉપરથી તેના ઊતરવાને અવાજ આવ્યો. તે પણ એકલી જ નીચે આવતી હતી. સાથે કોઈ નોકર ન હતો !
પરંતુ કલેરન્સ જેવી હાથ લાંબા કરી, રડતે ચહેરે તેના તરફ ધસી ગઈ, તેવી જ એડિથ એકદમ પાછી ખસી ગઈ અને ચીસ પાડી ઊડી –
ના, ના, મારી નજીક ન આવતી ! મને અડકતી નહિ ! મને જવા દે! જવા દે !”
મમા ફરસે બૂમ પાડી.
“મને એ નામે ન બેલાવતી ! મારી સાથે જરા પણ ન બેલતી! મારી સામે તું ન જોઈ શ– ફલેરન્સ !”
પણ ફરન્સ તેમ છતાં તેના તરફ આગળ વધી એટલે તેણે બીજી ચીસ નાખી – “મને અડતી નહિ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org