________________
વાપાત તથા હું એમ પણ કહ્યું કે, જેને ખાતર હું તમારી ગમે તેવી ઉદંડ મરજીને તાબે થવા પણ કદાચ તૈયાર થઈ હેત !”
પણ એડિથનું આ છેલ્લું વાક્ય મિ. ડોમ્બીને માટે અંતિમ ફટકારૂપ નીવડયું: આ બંડાર સ્ત્રી એડિશને નમાવવામાં પિતે જ્યાં અશક્તિમાન નીવડ્યા, ત્યાં પણ આ અવગણાયેલી છોકરી સફળ નીવડી શકે તેમ છે. એ છોકરી જ એને માર્ગમાં જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે આગળ આવીને જ ઊભી રહે છે, જેની ઘણાસ્પદ હસ્તીને જ પોતે લક્ષમાં લેવા તૈયાર નથી !
મિ. ડોમ્બીએ ફલેરન્સ સામે જોઈ, તેને એકદમ ઓરડામાંથી બહાર ચાલ્યા જવા કહ્યું. જાણે એડિથે નહિ પણ તેણે તેમનું ઘર અપમાન કર્યું હોય !
પછી તેમણે એડિથને કહ્યું, “હું જાણું છું કે, મારે વિરોધ કરવા ખાતર જ તમે તમારે સ્નેહ એ છોકરી તરફ વાળ્યો હતો; કારણ કે, તમે જાણતાં હતાં કે, એ છોકરી મને ગમતી નથી. પણ તમારા એ સ્નેહને પણ ત્યાં વળતે સફળતાથી રોકવામાં આવ્યો છે, અને રોકવામાં આવશે જ.”
“તમારું દુર્ભાગ્ય છે કે તમે એવું માનો છે અને જાણે છે.”
“મિસિસ ડોમ્બી, આ રીતે તમે મારી સાથે સમાધાન નહિ કરી શકે કે, મને મારા માર્ગમાંથી પાછો નહિ વાળી શકે.”
મેં કહ્યું, તે તમારી સાથે સમાધાન કરવા નહીં, પણ તમારા સુખ અને હિત માટે કહ્યું હતું. બાકી, તમારું કહેલું કે ધારેલું હું હરગિજ નથી કરવાની, એ જાણી રાખજે.”
હું કોઈને કહેવા જતો નથી, મિસિસ ડી ; મને આદેશ આપવાની જ ટેવ છે. ”
હું કાલે તમારા ઘરમાં ભોજન સમારંભ વખતે હાજર રહેવાની નથી. તમારા ખરીદેલા ગુલામ તરીકે તમે કયાંય મારું પ્રદર્શન નહિ કરી શકે. મારા લગ્ન-દિવસ એ મારે મન ભયંકર શરમનો દિવસ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org