________________
૩૫૦
ડી એન્ડ સન રેબ એ આશ્વાસનથી બહુ રાજી થયો, અને કહેવા લાગ્યો, “તમે કેવાં સારાં છો, મિસિસ બ્રાઉન”
તો બેટા, અત્યારે મને એકાદ શિલિંગ આપ જોઉં. હું ભારે તંગીમાં છું; અને આ મારી ફૂટડી છોકરી મને ભૂખે જ મારે છે.”
ગ્રાઈન્ડર આનાકાની કરતો ખીસામાંથી એકાદ સિક્કો કાઢી, જે ડોસીના હાથમાં મૂકવા ગયો કે તરત ઍલિસે પોતાની માનો હાથ પાછો ખેંચી લીધો અને તેને ધમકાવીને કહ્યું, “ આ શું માં, તમે જેની ને તેની જોડે પૈસા જ માગ્યા કરે છે ?”
અને તરત ડોસીનો હાથ પકડી, તેને ઉઠાડીને, રસ્તા ઉપર તે ખેંચી ગઈ
ઓફિસમાં મિ. કાર્કર આખો દિવસ વિવિધ કામકાજમાં, – જેવા કે, બહાર ધંધાને સ્થળે જવર-અવર, મુલાકાત, પત્રવ્યવહાર વગેરેમાં ડૂબેલા રહ્યા. ટેબલ ઉપરના બધા કાગળો એક પછી એક પતી રહ્યા, ત્યારે તે પાછા વિચાર ઉપર ચડી ગયા. તે વખતે તેમનો ભાઈ જોન કાર્કર થોડા વધુ કાગળો લઈને અંદર આવ્યા અને ગુપચુપ ટેબલ ઉપર મૂકી ચાલવા લાગ્યો. તરત મેનેજર-કાકરે તેને થોભાવીને પૂછયું, “હે, તમે લેકો આવે છે અને જાઓ છો, પણ કાઈવખત શેઠ મિડોમ્બીની હાલત કેમ છે, એ વિષે કેમ કરી પૂછપરછ કરતા નથી ?
આજે સવારે પેટીમાં અમને ખબર મળ્યા હતા કે, તેમની તબિયત સુધારા ઉપર છે.”
વાહ, તમે બધા તેમને કંઈક અજુગતું થાય, તો ખરેખર રડવા બેસો, ખરું ?”
હા, મને પિતાને તો ખૂબ જ દુઃખ થાય.”
વાહ, આ મારો ભાઈ મને એમ મનાવવા પ્રયત્ન કરે છે કે, જે શેઠે તેને એક જ ખૂણામાં કચરાની પેઠે નાખી મૂક્યો છે, તે શેઠને કંઈક થાય તો તે રડવા બેસે ? વાહ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org