________________
વિજયાત
૩૫૩
કરતાં ટાળવાને વધુ પ્રયત્ન કરતી હતી. એ વસ્તુ તેને અસહ્ય બનતી જતી હતી. તેથી એક દિવસ તેણે તેના કમરામાં જ તેને પકડી પાડી અને પૂછયું – “મમાં, તમને મારા ઉપર કશું બેટું લાગ્યું છે?”
ના.”
મારા હાથે મારો કંઈક અપરાધ થયો જ હવે જોઈએ. તમારી રીતભાત હવે મારા પ્રત્યે છેક બદલાઈ ગઈ છે. તમારામાં સહેજ પણ ફેરફાર થાય તે મને ખબર પડ્યા વિના ન જ રહે– કારણ કે હું તમને પૂરેપૂરા હૃદયથી ચાહું છું.”
“મારી પેઠે જ ફૉરન્સ ! તું વિશ્વાસ રાખ કે અત્યારે હું તને ચાહું છું, તેટલી પહેલાં કદી પણ ચાહતી નહોતી !”
તો પછી તમે મારાથી દૂર ભાગતાં જ કેમ દેખાઓ છો ? તથા કઈ કઈ વખત તમે મારી સામે વિચિત્ર નજરે કેમ જોઈ રહે છો ? મને કહો, જેથી હું તમે ખુશ રહે તેવા પ્રયત્ન કરું અથવા તો એમ કહી દે કે, હવેથી તમે મારાથી અતડાં નહિ રહે.”
મારી ફરન્સ,” એડિથ ગળગળી થઈને તથા ફલેરન્સને ગળે વળગી પડીને બેલી, “રાથી તારાથી અળગી રહું છું, તે હું તને કહી શકતી નથી. મારે કહેવું પણ ન જોઈએ તથા તારે સાંભળવું પણ ન જોઈએ. પણ એ વાત સાચી છે, અને એમ જ ચાલુ રહેવાની છે. મારું ચાલે તેમ હોય, તે એ વસ્તુ હું એક ક્ષણ પણ મંજૂર રાખું ખરી ?”
ગાળે એકબીજાથી અલગ થવાનું છે, એવો તેનો અર્થ સમજવો ?”
હા, મારા જીવન ! તું મારી વાત સાંભળી લે; તને સહેજે દુઃખી થતી જોતાં મારું હૃદય ફાટી જાય છે. પણ તે મારા સામું જોઈને કહે કે, હું એ વસ્તુ બરાબર સહન કરી લઉં છું કે નહિ ? એમ દેખાવા માટે મારે શું શું નહિ કરવું પડતું હોય, તે તું જ નથી સમજી શકતી, પ્રિય? તારાથી મારી અલગતા દેખાવ પૂરતી છે; કારણ કે, ડે–૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org